તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભાવનગર મનપાએ કચરો ફેંકવા બાબતે 5 હજારનો દંડ ફટકારતા પીરછલા બજારમાં વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ કર્યો, કહ્યું- આ કરતા તો લોકડાઉન સારૂ હતું

ભાવનગર4 મહિનો પહેલા
કચરો ફેંકવા મુદ્દે મનપાએ વેપારીને 5 હજારનો દંડ ફટકારતા ભાવનગરના પીરછલ્લા બજારના વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
કચરો ફેંકવા મુદ્દે મનપાએ વેપારીને 5 હજારનો દંડ ફટકારતા ભાવનગરના પીરછલ્લા બજારના વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો
  • ભાવનગર મનપાએ સીસીટીવી ફૂટેજ જોઈને જાહેરમાં કચરો ફેંકતા વેપારીને દંડ ફટકાર્યો

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પિરછલ્લા બજારમાં સીસીટીવી ફૂટેજ જોઈ જાહેરમાં કચરો ફેંકવા બદલ વેપારીને પાંચ હજાર દંડ ફટકારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. દંડની રકમ વધુ હોવાનું જણાવી વેપારીઓ લાલઘૂમ બની ગયા હતા અને રોષ સાથે પોતાના વેપાર-ધંધા બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, આ કરતા તો લોકડાઉન સારૂ હતું.

ચપ્પલની દુકાન ધરાવતા વેપારીને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
વેપારી એસોસિએશનના સંજયભાઈ રાજાણીએ વેપારીઓની મુશ્કેલી જણાવતા કહ્યું હતું કે આ ચંપલનો નાનો વેપારી છે રોજ બે ત્રણ હજારનો ધંધો કરતો હોય તેને પાંચ હજારનો દંડ કરવામાં આવે તે કેમ પોસાય. કચરો લેવા માટે ગાડી વહેલી આવતી હોય છે. જ્યારે વેપારીઓ સવારે દસથી સાડા દસ વાગ્યે દુકાન ખોલે છે. બીજુ એ કે બજાર છે ખરીદી અર્થે આવતા લોકો બજારમાં કચરો નાખે. હવે દુકાન પાસે કચરો પડયો હોય તો વેપારી વાળે તો ખરોને એ એની ભૂલ અને દંડ કરવામાં આવે એ અન્યાય છે. આ કરતા તો લોકડાઉન સારું હતું.

પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી દુકાનો બંધ રાખવા વેપારીઓની ચિમકી
મનપાના મેયરના વોર્ડના પિરછલ્લા બજારના વેપારીઓએ અસહ્ય દંડનીય કાર્યવાહીનો વિરોધ દર્શાવી દુકાનો બંધ કરી દીધી હતી. સવારે દુકાનો ખોલવાનો સમય હોય ત્યારે કચરો ઉપાડવા માટે ગાડી આવે તો વેપારીઓ કચરો તેમાં નાખી શકે, બાકી કચરો નાખવા જાય ક્યાં? પાંચ હજારનો દંડ ખૂબ જ વધુ કહેવાય. કોઈ વેપારી ભૂલ કરે તો દંડ કરો પણ દંડની રકમ ધીમે ધીમે વધારવી જોઈએ. પ્રશ્નનું કાયમી નિરાકરણ નહી આવે ત્યાં સુધી દુકાનો બંધ રાખવા માટે વેપારીઓએ ચિમકી ઉચ્ચારી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો