તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ભાવનગર સર્વિસ પ્રોવાઈડર એસોસિએશન દ્વારા ટેક્સમાં માફી આપવાની માગ, કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 મહિનાથી કામધંધો બંધ હોય ટેક્સમાંથી માફી આપવાની માગ

ભાવનગર સર્વિસ પ્રોવાઈડર એસોસિએશન દ્વારા હાલ છેલ્લા ઘણા સમયથી કામ ઘંઘા બંધ હોય જેને લઈ વિવિધ ટેક્સમાં માફી અપાવવા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને રજુવાત કરવા આવ્યા હતા.

આ એસોસિએશનમાં ભાવનગરના મંડપ એસોસિએશન, લાઇટ-માઇક એસોસિએશન, ફોટોગ્રાફર એસોસિએશન, રસોયા કેટરર્સ એસોસિએશન, ફ્લાવર્સ એસોસિએશન, આર્ટીસ્ટ એસોસિએશન, બેન્ડ - બગી એસોસિએશન, કર્મકાંડી એસોસિએશન સહિત સર્વિસ આપતા લોકોનાં સર્વિસ પ્રોવાઇડર એસોસીએશન દ્વારા છેલ્લા 15 મહીનાથી કામ ધંધા બંધ હોય વિવિધ ટેક્ષમાંથી માફી આપવાની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું.

આ આવેદનપત્ર પત્ર વેળા એ ભાવનગર સર્વિસ પ્રોવાઈડર એસોસિએશન ના પ્રમુખ સુરેશભાઈ સોલંકી, વિક્રમસિંહ જાડેજા, વિમલભાઈ બારૈયા, જીતુભાઇ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ભાવનગર કલેક્ટર ને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...