કોરોના અપડેટ:ભાવનગર ગ્રામ્ય વિસ્તારો પુન: કોરોનામુક્ત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દી સારવારમાં હતો તે સાજો થઇ ગયો
  • શહેરમાં​​​​​​​ હવે કોરોના પોઝિટિવનો એક એક્ટિવ દર્દી સારવારમાં

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે એક એક્ટિવ દર્દી હતો તે કોરોનામુક્ત થઇ જતા સમગ્ર તાલુકા-ગ્રામ્ય વિસ્તાર પુન: કોરોનામુક્ત થઇ ગયો છે. જ્યારે શહેર વિસ્તારમાં હજી કોરોનાનો એક દર્દી સારવારમાં છે. દિવાળી પૂર્વે ગ્રામ્ય વિસ્તાર માટે આ એક સારા સમાચાર છે. ભાવનગર શહેરમાં આજે નવો એક પણ દર્દી નોંધાયો નથી.

શહેરમાં આજ સુધીમાં કુલ 14019 પોઝિટિવ દર્દી નોંધાયા છે અને તે પૈકી 13,858 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.85 ટકા થઇ ગયો છે. જ્યારે ભાવનગર તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાં આજે જે એક દર્દી કોરોનાની સારવારમાં હતો તે આજે કોરોનામુક્ત થઇ જતાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હવે એક પણ કોરોનાનો દર્દી સારવારમાં નથી.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં આજ સુધીમાં કુલ 7445 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે અને તે પૈકી 7307 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.15 ટકા થઇ ગયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,464 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 21,165 દર્દીઓ સાજા થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.61 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...