કોરોનામાં રિકવરી:1 દર્દી રોગમુક્ત થતા ભાવનગર ગ્રામ્ય વિસ્તાર પુન: કોરોનામુક્ત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ 97.61 ટકા
  • શહેરમાં હજી 5 દર્દીઓ કોરોનાની સારવારમાં ભાવનગરમાં રિકવરી રેઇટ 99.08 ટકા થયો

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સારવાર લઇ રહેલા એક દર્દી આજે રોગમુક્ત થઇ જતા ગ્રામ્ય વિસ્તાર પુન: કોરોનામુક્ત થઇ ગયો છે. જ્યારે ભાવનગર શહેર વિસ્તારમાં હજી પાંચ દર્દી કોરોનાની સારવારમાં છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વરતેજ ખાતે 12 વર્ષીય બાળાને કોરોના પોઝિટિવ જાહેર કરાયા બાદ સારવારમાં હતી તેને આજે કોરોનામુક્ત જાહેર કરી રજા આપી દેવામાં આવતા ભાવનગર ગ્રામ્ય વિસ્તાર ફરી એક વખત કોરોનામુક્ત વિસ્તાર થઇ ગયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. આજ સુધીમાં કુલ 8,599 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 8,419 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હોય ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 97.61 ટકા છે. જ્યારે ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કુલ 21,883 કેસ નોંધાયા છે અને તે પૈકી આજ સુધીમાં 21,682 દર્દીઓ સાજા થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 99.08 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં હાલ પાંચ દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...