ભાવનગર સ્ટેટ ટ્રાન્સપોર્ટ, GEB, આલ્કોક એસ્ટેટ, ડેરી નિગમ એસટી, એક્સલ ઇન્ડસ્ટ્રીઝના ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ડેરી તેમજ અન્ય બોર્ડ નિગમના કર્મચારીઓ દ્વારા સામવેદ કોમ્પ્લેક્સમાં આવેલ પી.એફ કમિશનરની કચેરીએ એકઠા થઇ આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
રૂ.500થી 3,000 સુધી જ પેંશન મળે
ભાવનગર EPS 95 નેશનલ એજીટેશન કમિટી દ્વારા વિવિધ ફેક્ટરમાં કામ કરી નિવૃત્ત કર્મચારીઓ ને નહિવત પેન્શન મળતા આક્રોશમાં ઠાલવ્યો હતો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો મુજબ મિનિમમ 7000 રૂપિયા પેન્શન, મોંઘવારી ભથ્થું, અને મેડિકલ એલાઉન્સ આપવાનો હોવા છતાં પણ ગુજરાતની રાજ્ય સરકાર આ નિવૃત્ત કર્મચારીઓને રૂ.500 થી 3,000 સુધી જ પેંશન મળે છે જે આજના જમાનામાં આટલું પેંશન યોગ્ય નથી,
આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપશે
સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ આ રાજ્ય સરકાર ધોળીને પી ગઈ છે જેના અન્યાય સામે ન્યાય મેળવવા નિગમના નિવૃત્ત કર્મચારીઓ સામવેદ કોમ્પ્લેક્સમાં આવેલ પી.એફ. કમિશનરની કચેરીએ આવેદનપત્ર આપી સરકાર પાસે વધુને વધુ પેન્શન મળે અને નિવૃત્તિ જીવન માનભેર વ્યવસ્થિત પસાર થાય એ હેતુ માટે સૂત્રોચાર કરી પોતાના વેદના વ્યક્ત કરી હતી, આ બાબતને યોગ્ય પ્રતિકાર નહીં મળે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.