એનાલિસિસ:ભાવનગરમાં આ સિઝનનો કુલ વરસાદ 34.06 ટકા થયો, કુલ એવરેજ વરસાદ 209 મી.મી. થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં મહુવામાં સૌથી વધુ 383 મી.મી. અને ઘોઘામાં સૌથી ઓછો 110 મી.મી. વરસાદ વરસ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં આ જુલાઇ માસના આરંભથી ધીમી ધારે સતત વરસાદ વરસી રહયો છે. જેથી ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ની સામે આજે સાંજ સુધીમાં 209 મી.મી. એટલે કે સિઝનનો સરેરાશ 34.06 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં મહુવામાં સૌથી વધુ 383 મી.મી. અને ઘોઘામાં સૌથી ઓછો 110 મી.મી. વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં આજ સાંજ સુધીમાં સિઝનનો કુલ વરસાદ209 મી.મી. થઇ ગયો છે.

ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં પાંચ તાલુકા એવા છે જ્યાં સિઝનનો કુલ 200 મી.મી.થઇ વધુ વરસાદ વરસી ગયો છે જેમાં મહુવામાં 383 મી.મી., ભાવનગર શહેરમાં 292 મી.મી., વલ્લભીપુરમાં 218 મી.મી., ગારિયાધારમાં 218 મી.મી. અને તળાજામાં 203 મી.મી. વરસાદ વરસી ગયો છે.

જિલ્લામાં હજી વરસાદની આગાહી છે. જુલાઇ માસમાં એકંદરે સંતોોષકારક વરસાદ વરસી ગયો છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે જુલાઈ માસના આરંભથી જ દરરોજ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સિઝનમાં ધોધમાર પાંચ થી છ ઈંચ વરસાદ વરસ્યો નથી પરંતુ રોજના આ ધીમા વરસાદથી સિઝનમાં સરેરાશ વરસાદ 34 ટકાથી વધુ થઈ ગયો છે. ચોમાસાના વરસાદનો આ પ્રથમ તબક્કો છે ત્યારે આ વર્ષે મેઘરાજાની મહેર ભાવનગર જિલ્લા પર પુરી વરસશે તેવી આશા સેવાઈ રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

તાલુકોકુલ વરસાદઆ વર્ષે વરસાદટકાવારી
ઉમરાળા587 મી.મી.191 મી.મી.32.54 ટકા
ભાવનગર739 મી.મી.292 મી.મી.39.51 ટકા
ઘોઘા629 મી.મી.110 મી.મી.17.49 ટકા
પાલિતાણા610 મી.મી.179 મી.મી.29.34 ટકા
સિહોર621 મી.મી.165 મી.મી.26.57 ટકા
ગારિયાધાર472 મી.મી.205 મી.મી.43.43 ટકા
તળાજા580 મી.મી.203 મી.મી.35.00 ટકા
વલ્લભીપુર625 મી.મી.218 મી.મી.34.88 ટકા
મહુવા647 મી.મી.383 મી.મી.59.20 ટકા
જેસર668 મી.મી.151 મી.મી.22.60 ટકા
જિલ્લો617 મી.મી.209 મી.મી.34.06 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...