તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ એક્ઝામ ઇન રોને હાઇટેક બનાવવામાં આવ્યા છે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનની મહત્વ આપવાના હેતુસર તેઓને પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન ફાળવવામાં આવ્યા છે. સમગ્ર પશ્ચિમ રેલવે માં તંત્ર દ્વારા 664 પીઓએસ મશીન ફાળવવામાં આવ્યા છે જે પૈકી ભાવનગર ખાતે 89 મશીન આવ્યા છે. ભાવનગર ડિવિઝનમાં પીઓએસ મશિનનો ઉપયોગ કરવાનું ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (ટીટીઇ)ના ફાળે આવ્યુ છે. રેલ ટિકિટોનું ડિજીટાઇઝેન કરવાનો પ્રથમ તબક્કો હાલ ચાલી રહ્યો છે. કેશલેસ વ્યવહારોને કારણે ટીટીઇ અને મુસાફરોને છુટ્ટા પૈસાની જંજટમાંથી પણ મુક્તિ મળશે.
રેલ અધિકારી કે.એન.ગોહિલના મતે મુસાફરોની સવલત પણ વધશે અને ડ્યુટીના અંતે ટીટીઇને હિસાબ મેળવવા પડતા તેમાંથી પણ મુક્તિ મળશે. મુસાફરોને ચાલતી ટ્રેનમાં પેનલ્ટીના કિસ્સામાં, નિયમ મર્યાદાથી વધુ લગેજ હોવાના કિસ્સામાં, 5 વર્ષથી વધુ ઉંમરનું બાળક હોય અને ટિકિટ ન લીધી હોય તેવા કિસ્સામાં, સ્ટેશન પર ગીરદી હોય અને ટ્રેન ઉપડવાની હોય તેવા ટિકિટ વિના ટ્રાવેલિંગના કિસ્સામાં ટીટીઇને પેનલ્ટી, ટિકિટની વસુલી માટે ભારે હેરાનગતિ થતી હતી, ઉપરાંત મુસાફરોમાંથી પણ ટીટીઇ દ્વારા નિયત દંડથી વધુની રકમ ઓળવી જવાતી હોવાની બૂમ ઉઠી રહી હતી. આ તમામ બાબતો પર પૂર્ણવિરામ આવી ગયુ છે. પીઓએસ મશિનથી કરાતા પેમેન્ટને કારણે ગેરરીતિઓના કિસ્સા પણ સંપૂર્ણપણે અટકી જશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.