• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar Railway Division Has Levied A Fine Of Rs 1.08 Crore On 14,870 Passengers Traveling Without Tickets And Against The Rules In May.

ટિકિટ વગર મુસાફરી મોંઘી પડી:ભાવનગર રેલવે ડિવિઝને મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો
  • એપ્રિલ મહિનામાં 11,912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285નો દંડ વસૂલવામાં આવ્યો હતો

ભાવનગર રેલવે ડીવીઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ભાવનગર ડીવીઝન દ્વારા ટીકિટ ચેકિંગની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઇ રહ્યા છે. મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે.

ભાવનગર મંડળે ટિકિટ વિના/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી રૂ 1,08,36,785 (રૂપિયા એક કરોડ આઠ લાખ છત્રીસ હજાર સાત સો પંચ્યાસી) એકત્રિત કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, ભાવનગર મંડળે એપ્રિલ, 2022માં 11,912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 અને માર્ચ, 2022 મહિનામાં 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલ્યા હતા.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી અને તમામ રેલવે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને મુસાફરી કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...