સુવિધા:ભાવનગર-પુના ફ્લાઇટની સાથે સાથે ભાવનગરથી મોટા શહેરો માટે એર કનેક્ટિવિટી મળી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન સ્ટોપ કનેક્ટિવિટીને કારણે શહેરના લોકો અનેક શહેરોમાં મુસાફરી કરી શકશે

માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં તમામ હવાઇ સેવાઓ બંધ થઇ ગયા બાદ ભાવનગર એરપોર્ટને તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી, બાદમાં લડત અને રાજકીય નેતાઓની સજાગતાને કારણે ભાવનગરથી મુંબઇ અને પૂનાની ફ્લાઇટ મળી છે. હવે દેશના મોટા શહેરો માટે વન સ્ટોપ કનેક્ટિવિટી પણ મળી છે.ભાવનગરથી પૂનાની ફ્લાઇટ 14.45 ઉપડી અને પૂના ખાતે 16.00 કલાકે પહોંચે છે.

આ ફ્લાઇટની સાથે સાથે બેંગલોર, ચેન્નાઇ, હૈદરાબાદ, દિલ્હી, મેંગલોર, ઇન્દોર, ભૂવનેશ્વરની વન સ્ટોપ કનેક્ટિવિટી મળી છે.વન સ્ટોપ કનેક્ટિવિટીને કારણે ભાવનગરના મુસાફરો દેશના અનેક શહેરોમાં મુસાફરી કરી શકશે, જો કે હવાઈ માર્ગની આ સુવિધા કાર્યરત થાય તેમાં થોડો સમય વધુ લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...