તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશનમાં જાગૃતિ આવી:ભાવનગરના લોકો કોરોના રસી માટે અગ્રેસર, છ દિવસની અંદર 18 થી 44 વયના 4200 લોકોએ વેક્સિન લીધી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલ રોટરી ક્લબ ખાતે વેક્સિનેશન શરૂ

ભાવનગરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે તેની સામે રક્ષણ મેળવવા એક જ તકસીર ઉપાય વેક્સિન છે. જેમાં યુવાનો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે. યુવાનોમાં રસીકરણને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાં છે. છ દિવસની અંદર 18 થી 44 વયના 4200 લોકોએ વેકસિન લીધી છે.

પ્રથમ ડોઝ લઇ કોરોનાને મ્હાત આપવા માટે તૈયારી કરી

જિલ્લામાં ગત 1 મેના રોજથી 18 થી 44 વર્ષ ઉંમરના નાગરિકોનું રસીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર શહેરમાં વિવિધ 10 સ્થળોએ રસીકરણ કેન્દ્રો ખાતે રસી આપવામાં આવી રહી છે. રસીકરણ અભિયાન દરમિયાન ભાવનગર શહેરનાં ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા 30 વર્ષિય ગૌરવ રાઠોડએ પણ રસીનો પ્રથમ ડોઝ લઇ કોરોનાને મ્હાત આપવા માટે તૈયારી કરી લીધી છે.

આપણી સુરક્ષા માટે આ રસી લેવી જરૂરી

રસી લીધા બાદ ગૌરવએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 30 વર્ષની છે. આજરોજ ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલ રોટરી ક્લબ ખાતે મે રસીનો પહેલો ડોઝ લીધેલ છે. આ વેક્સિનથી કોઇ આડ અસર જોવા મળી નથી. રાજ્ય સરકાર દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ 18 થી 44 વર્ષના યુવાનોને રસી આપવાની કામગીરી શરૂ છે. જેથી મારા દેશના તમામ યુવાઓને હું અનુરોધ કરૂ છું કે બને એટલી વહેલા આ રસી લઇ લેવી જોઇએ. આપણી સુરક્ષા માટે આ રસી લેવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...