પોલીસને સફળતા મળી:ભાવનગર-પાલિતાણાના સરકારી ગોડાઉનની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેલના ડબ્બાઓ તથા તુવેરદાળ વિગેરેની ચોરીની કરી કબૂલાત
  • રૂપિયા 13.03 લાખનો મુદ્દામાલ ઝડપી લઇને નવ આરોપીઓને ઝડપી લેવામાં એલસીબીને સફળતા
  • બાતમીના આધારે બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી

પાલિતાણા ખાતે હવામહેલ રોડ ઉપર કોર્ટની પાછળ આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાં ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ભાર્ગવભાઇ દેવેન્દ્રભાઇ જોષી રહે.ગાયત્રીનગર, ભાવનગરવાળાએ ગોડાઉનમાંથી સરકાર તરફથી આપવામાં આવતો રેશનીંગ તથા મધ્યાહ્નન ભોજનનો જથ્થો રાખવામાં આવેલ.તે પૈકી કપાસીયા તેલનાં 15 કિલોના ડબ્બા નંગ-270 કિ.રૂ. 8,64,000, મધ્યાહ્નન ભોજનની તુવેરદાળ 25 કિલોના દાગીના (કટ્ટા) નંગ-40 કિ.રૂ.97,000, PDS તુવેરદાળનાં 20 કિલોના દાગીના (કટ્ટા) નંગ-20 કિ.રૂ.38,800 મળી કુલ રૂ.9,99,800ની ચોરી થયેલ હોવાની પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આ ચોરીના બનાવનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડવામાં આવ્યાં હતા.

ગઇ કાલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમી મળતા પાલિતાણા મુકામે સરકારી અનાજનાં ગોડાઉનમાંથી થયેલ ચોરીનાં ગુન્હામાં જેતપુર સરકારી અનાજનાં ગોડાઉનમાં કામ કરતો આકાશ નામનો માણસ તથા અન્ય મજુરો સંડોવાયેલ છે.જે માહિતી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જેતપુર ખાતે જઇ તપાસ કરતાં આકાશ રામગોપાલ કરોરીયા (ઉ.વ.22 ધંધો-મજુરી રહે.હાલ- સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ મુળ-રીઠોના,અમલીપુરા તાલુકો-અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશવાળા) મળી આવેલ.

તેઓની પુછપરછ કરતાં તેણે તથા અન્ય આકાશ રામગોપાલ કરોરીયા, વિકાસ રામગોપાલ કરોરીયા, સૌરભ ઇન્દ્રસિહ સેરબાગ, સચીન હીરાલાલ સૈનીક, સુબેદાર સુલતાનસીંગ સીસોદીયા, રામવરન મટરલાલ રાઠોડ, ફીરોજભાઇ વાહીદભાઇ બાલાપઠીયા, અબ્દુલભાઇ વલીભાઇ ખફીફી તથા રવીભાઇ ભુપતભાઇ જીંજુવાડીયા આ તમામ માણસોએ મળી પાલિતાણા, સરકારી ગોડાઉન તથા ભાવનગર, કુંભારવાડામાં આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી તેલનાં ડબ્બાઓ તથા તુવેરદાળ વિગેરે ચોરીઓ કરેલ હોવાની કબુલાત આધારે નીચે મુજબનો તમામ મુદ્દામાલ કબ્જે કરી સરકારી ગોડાઉનમાં થયેલ ચોરીઓનાં ગુન્હાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ. જે તમામ આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યાં હતા. આમ ભાવનગર અને પાલિતાણાના સરકારી ગોડાઉનમાં તુવેરદાળ, તેલ સહિતના ખાદ્યતેલના જથ્થાની ચોરી થયેલી તેમાં નવ આરોપીઓને ઝડપી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...