વિશ્વ 'સ્ટોક' દિવસ:ભાવનગરના ન્યુરોલોજીસ્ટ ડો.પ્રકાશ ભટ્ટએ પેરાલીસીસની બીમારી અંગે માહિતી આપી

ભાવનગરએક મહિનો પહેલા

29 ઓક્ટોબર વિશ્વભરમાં "સ્ટોક" દિવસ તરીકે મનાવવામાં આવે છે, સ્ટોક એટલે શું..? સ્ટોક એટલે 'પેરાલીસીસ' અથવા 'પક્ષઘાત' અથવા 'લકવો' તેના લક્ષણો તથા તેને કેવી રીતે કાળજી લઈ શકાય અને આ રોગના દર્દીઓ કેવી રીતે ઝડપથી સાજા થઈ શકે તે માટે બજરંગદાસ બાપા આરોગ્યધામના ભાવનગરના ન્યુરોલોજીસ્ટ ડો.પ્રકાશ ભટ્ટએ દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીત

પક્ષઘાતના લક્ષણો?
પક્ષઘાતના મુખ્ય લક્ષણોમાં કોઈ એક અંગ ખોટું પડવું, ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સના રહેવું તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.

ત્વરિત સારવારની જરૂર કેમ?
મોટાભાગના દર્દીઓમાં ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે. આ પ્રકારના લકવાની સારવાર Tenecteplase નામના ઈન્જેકશનને તરત જ આપવાથી થઈ શકે છે જેનાથી લોહીનો ગઠ્ઠો ઓગળી જાય છે અને મોટાભાગના દર્દીઓને આંશિક અથવા પૂર્ણ રાહત થઇ શકે છે. જો આ દવા 4.5 કલાક દરમિયાન આપવામાં આવી હોય તો જ અસર કરે છે, પરંતુ જ્યારે ખબર પડે ત્યારે તે નજીકના દવાખાનામાં સારવાર લેવી હિતાવહ છે,

પક્ષઘાતને અટકાવવા
નિયમિત કસરત કરો, કાર્યશીલ રહો, પક્ષઘાત થવાના જોખમી પરિબળો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખો, ખાવા-પીવાનું ધ્યાન રાખો અને મેદસ્વિતા ટાળો. તમાકુના સેવનથી દૂર રહેવું જોઈએ, પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો જણાય તો તરત જ સમયનો વિલંબ કર્યા વિના તો ત્વરીત ન્યૂરોલોજિસ્ટનો સંપર્ક કરો.

અન્ય સમાચારો પણ છે...