ભાવનગર નગરપાલિકાની બેઠકો પર ભાજપને જંગી સફળતા મળી છે ત્યારે કોંગ્રેસનો રકાસ થયો છે.જેમાં મહુવા નગરપાલિકાની 36 બેઠકો માંથી 23- ભાજપ, 7- કૉંગ્રેસ, અને 6 સમાજવાદી પાર્ટીના ફાળે બેઠકો આવી, ભાજપ ની સતા આવી , અને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી ની પણ બેઠકો આવતા કૉંગ્રેસનો સફાયો છે.પાલીતાણા નગરપાલિકામાં કુલ 36 બેઠકો માંથી 24-ભાજપ, 12- કૉંગ્રેસ ની બેઠકો આવી આવી છે.વલ્લભીપુર માં 24 બેઠકો માંથી કુલ 20- ભાજપ, 1- કૉંગ્રેસ, 1-આપ, 1-સમાજવાદી પાર્ટી અને 1- અપક્ષ ને ફાળે બેઠકો આવી, આમ વલ્લભીપુર નગરપાલિકા માંથી કૉંગ્રેસને માત્ર એક જ બેઠક આવતા સફાયો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.