તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર પાલિકા-પંચાયત રિઝલ્ટ:જિલ્લા પંચાયતો, નગર પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપને જંગી જીત મળી

ભાવનગર7 મહિનો પહેલા
  • ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠકમાંથી 2015માં ભાજપને 17 અને કોંગ્રેસને 23 બેઠક મળી હતી

ભાવનગર નગરપાલિકાની બેઠકો પર ભાજપને જંગી સફળતા મળી છે ત્યારે કોંગ્રેસનો રકાસ થયો છે.જેમાં મહુવા નગરપાલિકાની 36 બેઠકો માંથી 23- ભાજપ, 7- કૉંગ્રેસ, અને 6 સમાજવાદી પાર્ટીના ફાળે બેઠકો આવી, ભાજપ ની સતા આવી , અને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી ની પણ બેઠકો આવતા કૉંગ્રેસનો સફાયો છે.પાલીતાણા નગરપાલિકામાં કુલ 36 બેઠકો માંથી 24-ભાજપ, 12- કૉંગ્રેસ ની બેઠકો આવી આવી છે.વલ્લભીપુર માં 24 બેઠકો માંથી કુલ 20- ભાજપ, 1- કૉંગ્રેસ, 1-આપ, 1-સમાજવાદી પાર્ટી અને 1- અપક્ષ ને ફાળે બેઠકો આવી, આમ વલ્લભીપુર નગરપાલિકા માંથી કૉંગ્રેસને માત્ર એક જ બેઠક આવતા સફાયો થયો હતો.