તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ભાવનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સંપન્ન, 10 ઠરાવોને બહાલી અપાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાના કર્મચારીઓને ગણવેશની રકમ રોકડમાં ચૂકવવાનો નિર્ણય

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિવિધ 11 જેટલા ઠરાવો રજુ કરાયા હતા અને ચર્ચા વિચારણા કરાયા બાદ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આ બેઠકમાં તળાજા રોડ પર આરસીસી રોડ બનાવવાનું કામ, કોવિડ - 19 રોગચાળા સબબ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરોની આરોગ્ય વિષયક કામગીરી બાબતે વાહનોની જરૂરીયાત રહેતી હોવાથી વાહનોની ફાળવણી કરવા બાબતે, મહાપાલિકાના વર્ગ 1 થી 4 ના અધિકારી, કર્મચારીઓ માટે ગણવેશની રકમ રોકડમાં ચુકવવા બાબતે, ગૌરીશંકર તળાવમાં વરસાદી પાણી લાવતી ભીકડા કેનાલમાં સિદસર પુલમાં જુના પુલથી નવા પુલ સુધી કાચો રસ્તો, માટી પાળો, તૈયાર કરવા બાબતે, શહેરના ઉતર કૃષ્ણનગર - રૂવા વોર્ડમાં વિવિધ વિસ્તારમાં વાઇડીંગ કરી મેટલ ગ્રાઉન્ટીંગ કરવાની કામગીરી સહીતના 11 જેટલા ઠરાવો રજુ કરાયા હતા અને તમામને ચર્ચા વિચારણા કર્યા બાદ 10 મંજુર કરાયા હતા,

બેઠકમાં શહેરની સર ટી. હોસ્પિટલનું ઓપીડી બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય, આ બિલ્ડીંગ તાત્કાલીક હાલતમાં ખાલી કરવાનું હોય, જે માટે ભાવનગર મહાનગર પાલિકા હસ્તકના બે યુ.સી.એચ.સી. 1 નારી 2 રૂવા એરપોર્ટ રોડ પર ભાવનગર આ બંન્ને બિલ્ડીંગોને વૈક્લ્પિક વ્યવસ્થા માટે ઉપયોગ કરવા ફાળવવા માટે તબિબ અધિક્ષકની સર ટી. હોસ્પિટલ દ્વારા વિનંતી કરાતા બંન્ને હેલ્થ સેન્ટર સર ટી. હોસ્પિટલના હવાલે કરવા મંજુરી માંગી હતી પરંતુ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ બંને જગ્યાઓ પર ડોકટરોની નિમણૂક થઈ ગઈ છે એટલે મનપા પોતે જ બંને હેલ્થ સેન્ટરો શરૂ કરશે અને રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન નું કામ ચાલુ છે તેની મુદત વધારી આપવા નિર્ણય કરાયો હતો તેમ ભાવનગર મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ઘામેલીયા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...