તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રેમડેસીવીર ઇજેકશનની કિંમત પાંચ હજાર 400 હતી તે ઘટાડી એક હજાર 680 કરાઇ
 • કોઈ ઇંજેકશનની એમ.આર.પી આ ભાવ કરતા ઓછી હશે તો તે મુજબ ઓછો ભાવ લેવામાં આવશે

ભાવનગર મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓ માટે ચર્ચા વિચારણા કરાયા બાદ રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાનગરપાલીકા દ્વારા જણાવાયુ છે કે, કોવિડ-19ની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીને રૂપિયા પાંચ હજાર 400 કિંમત ધરાવતા તમામ બ્રાન્ડના રેમડેસીવીર ઇંજેકશનની કિંમત અંગે કોવિડ હોસ્પીટલના સંચાલકો, જીલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા ચર્ચા વિચારણા કરાતા આ ઇંજેકશનના ભાવમાં ઘટાડો કરી હવેથી રૂપિયા એક હજામ 680માં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતા જો કોઈ ઇંજેકશનની એમ.આર.પી આ ભાવ કરતા પણ ઓછી હશે તો તે મુજબ ઓછો ભાવ લેવામાં આવશે, જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો