સ્પર્ધા:આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની અંડર-19 શાળાકીય રમતોત્સવ યોજાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 9 ઝોનની સ્પર્ધામાં અંદાજિત 2 હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો
  • જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડી રાજ્યકક્ષાએ યોજાનારી સ્પર્ધામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે

ભાવનગર શહેરમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા દર વર્ષની જેમ આ વષે પણ વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જુદી-જુદી શાળાઓનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સૌપ્રથમ ભાવનગર શહેર વિસ્તારની ઝોનકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ એમ કુલ 4 સ્પર્ધાઓનું આયોજન ઝોન કન્વીનર દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર વિસ્તારનાં કુલ 9 ઝોનની સ્પર્ધામાં અંદાજિત 2 હજાર જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલી ટીમ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી.

આ ઉપરાંત 21 રમતો સીધી જિલ્લા કક્ષાએ યોજાઇ હતી. આ સ્પર્ધામાં અંદાજિત 1500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઝોનકક્ષા અને જિલ્લાકક્ષાની તમામ સ્પર્ધામાં જે-તે શાળાનાં ખેલાડી સાથે તેની શાળાનાં ટીમ મેનેજર તરીકે વ્યાયામ શિક્ષક હાજર રહ્યા હતાં. જિલ્લાકક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં વિજેતા થયેલી ટીમ/સ્પર્ધકોમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલા ખેલાડી રાજ્યકક્ષાએ યોજાનારી સ્પર્ધામાં ભાવનગર શહેરનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...