તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વોર્ડ પ્રમાણે પરિણામ જોવા માટે નીચે સ્ક્રોલ કરો
ભાવનગર શહેરમાં અાજે 13 વોર્ડની 52 બેઠકો માટેની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં ભાજપનું કમળ પૂર્ણપણે ખિલતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. કુલ 53 બેઠક પૈકી ભાજપને 44 અને કોંગ્રેસના ફાળે 8 બેઠક આવી હતી. વિભાવરીબેન દવે અને જીતુ વાઘાણી બન્ને ધારાસભ્યો એક થતા ભાજપનો વિજય થયો છે. ગત ચૂંટણીની તુલનામાં ભાજપને 10 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને 10 બેઠકનુ઼ નુકશાન ભોગવવું પડ્યું છે. 1995થી આ 2021 સુધી એટલે કે સતત છઠ્ઠી ચૂંટણીમાં શાનદાર વિજય મેળવી ભાજપે ભાવનગર મ્યુ. કોર્પો.ના શાસનમાં વિજયી છગ્ગો ફટકાર્યો છે.
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે મોંઘવારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજશે તેવી આશા હતી અને ઇવીએમમાં તેનો પડઘો સંભળાશે તેવો દાવો વિપક્ષોનો હતો પણ તે સદંતર પોકળ નિકળ્યો છે અને વિકાસ તેમજ સુશાસનની જીત અડિખમ ગુજરાતના સૂત્ર સાથે ભાજપની થઇ છે. આ ચૂંટણીમાં ખાસ તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકપ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ નિવડ્યો હોય તેમ લોકોએ તેને અવગણ્યો છે. તેના પરંપરાગત મતો તેના ઉમેદવારોને ન મળ્યા અને હાર્યા હોવાનુ઼ બહાર આવ્યું છે. આજે સરકારી ઇજનેરી કોલેજ ખાતે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 9 કલાકથી મત ગણતરીનો આરંભ થયો હતો અને એક પછી એક વોર્ડના પરિણામો કોઇ મોટા વિઘ્ન વગર જાહેર થવા લાગ્યા હતા. જેમાં ભાજપની એક પછી એક પેનલ વિજેતા થતા અને ખાસ તો કરચલીયા પરા તેમજ વડવા જેવા વોર્ડમાં આખી પેનલ ભાજપની નીકળતા કાર્યકરો ભા ઉત્સાહમાં આવી ગયા હતા.શહેરના વિવિધ વિસ્તારોમાં વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી આતશબાજી કરી વિજયનો વધાવ્યો હતો તેમજ વિજયી સરઘસ પણ ઠેર ઠેર પક્ષના નારા સાથે નીકળ્યા હતા.
ભાવેણાની પ્રજાએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તનનો રાગ આ વખતે પણ યથાવત રાખતા કોંગ્રેસની કારમી હાર થઇ છે. ભાજપની ભાવનગર મહાપાલિકામાં આ સતત છઠ્ઠી જીત હતી. જેમાં ભાજપનો 10 વોર્ડમાં સંપૂર્ણ પેનલ સાથે વિજય થયો તો કોંગ્રેસનો પણ એક વોર્ડમાં આખી પેનલમાં વિજય થયો હતો.
ભાજપના નવા ઉમેદવારો જીત્યા
વોર્ડ નંબર 1 ચિત્ર ફુલસર નારી
(1) હિરાબેન વિનોદભાઇ કુકડીયા
(2) ઉપેન્દ્રસિંહ હનુભા ચુડાસમા
વોર્ડ નં. 2 કુંભારવાડા
(1) વિલાસબેન અરવિંદભાઇ રાઠોડ
(2) વર્ષાબેન પંકજભાઇ ઉનાવા
(3) નરેશભાઇ કરશનભાઇ ચાવડા
(4) બાબુભાઇ પોપટભાઇ મેર
વોર્ડ નં. 3 વડવા બ
(1) ઉષાબેન કિશોરભાઇ ગોહિલ
(2) સેજલબેન મહેશભાઇ ગોહિલ
(3) ઉપેન્દ્રસિંહ જામસિંહ ગોહિલ
(4) લક્ષ્મણભાઇ મેપાભાઇ રાઠોડ
વોર્ડ નં. 4 કરચલિયા-પરા
(1) રતનબેન નરેશભાઇ વેગડ
(2) નિતાબેન ધર્મેન્દ્રભાઇ બારૈયા
(3) ગોપાલભાઇ આણંદભાઇ મકવાણા
(4) ભરતભાઇ નાથાભાઇ ચુડાસમા
વોર્ડ નં.6 પિરછલ્લા
(1) મનિષાબેન અમિતભાઇ વાઘેલા
(2) દિલીપભાઇ એન. જોબનપુત્રા
વોર્ડ નં.7 તખ્તેશ્વર
(1) હીરાબેન વિંઝુડા
(2) ભાવનાબેન ભાવેશભાઇ દવે
(3) ભરતભાઇ મણીભાઇ બારડ
(4) ભાવેશ મહેન્દ્રભાઇ મોદી
વોર્ડ નં.8 વડઆ-અ
(1) મૌનીબેન ધર્મેન્દ્રભાઇ પારેખ
વોર્ડ નં.10 કાળિયાબીડ
(1) વર્ષાબેન વિક્રમસિંહ પરમાર
(2) શારદાબેન નાગજીભાઇ મકવાણા
વોર્ડ નં.11 દક્ષિણ-સરદારનગર
(1) ભાવનાબેન અનિલભાઇ ત્રિવેદી
(2) મોનાબેન પ્રવિણભાઇ મકવાણા
(3) મહેશભાઇ મનુભાઇ વાજા
વોર્ડ નં.12 ઉત્તર-સરદારનગર
(1) ઉષાબેન કલ્પેશભાઇ બધેકા
(2) ભાવનાબેન જીતેન્દ્રભાઇ સોનાણી
(3) બુધાભાઇ ધુડાભાઇ ગોહિલ
વોર્ડ નં.13 ઘોઘા-અકવાડા
(1) મૃદુલાબેન બનેસિંહ પરમાર
(2) લિલાબેન દિનેશભાઇ ગોહિલ
(3) કુલદિપ નવિનભાઇ પંડ્યા
(4) પંકજસિંહ ભરતસિંહ ગોહિલ
કોંગ્રેસના નવા ઉમેદવારો જીત્યા
1.) વોર્ડ નંબર 5 કૃષ્ણનગર-રૂવા શબાનાબેન ખોખર
2.) વોર્ડ નંબર 9 ભૂમિબેન ગોહેલ
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે
મતગણતરી કેન્દ્ર ખાતે જુદા જુદા બે બિલ્ડીંગમાં વોર્ડ વાઇઝ કુલ 4 સ્ટ્રોંગ રૂમ તથા 4 મતગણતરી કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ તમામ કેન્દ્રો પર સુરક્ષા હેતુ પોલીસ તેમજ એસ.આર.પી. જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તેમજ તમામ વિસ્તારને સી.સી.ટી.વી. કેમેરાથી રક્ષિત કરવામાં આવ્યો છે.
વોર્ડ 1 થી 3 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર. 403, વોર્ડ 4 થી 6 ની મત ગણતરી એમીનિટી બિલ્ડીંગ રૂમ. નંબર.305, વોર્ડ 7 થી 10 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર.469, વોર્ડ 11 થી 13 ની મત ગણતરી એમિનિટી બિલ્ડીંગ રૂમ. નંબર 309માં સવારે 9 વાગ્યાથી હાથ ધરવામા આવનાર છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું
ભાવનગર મહાનગરપાલિકામાં ગત ટર્મમાં વર્ષ 2015માં કોંગ્રેસના કબજામાં 18 બેઠકો હતી જે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો હતા 10 બેઠકો ઘટતા માત્ર 8 બેઠકો જ જાળવી શકતા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં હારમાં પોતાની જવાબદારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે જે આઠ બેઠકો આવી તે માત્ર ત્રણ વોર્ડમાં આવી છે. જેમાં ઉત્તર કૃષ્ણનગર, બોરતળાવ અને ચિત્રા ફુલસર વોર્ડનો સમાવેશ થાય છે. બાકી 10 પૈકી એક પણ વોર્ડમાં પંજો જીત મેળવવામાં સફળ ન રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ હારની જવાબદારી સ્વીકારીને હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
ભાજપના ટીમ વર્કે અસંતોષ અને જ્ઞાતિવાદને પણ થાળે પાડયો
ભાવનગર મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ દ્વારા ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા અને 60 વર્ષથી ઉપરના આગેવાનોની ટિકિટ કપાતા ભાજપમાં થોડા ઘણાં અંશે અસંતોષની લાગણી જન્મી હતી તેમજ ચૂંટણી પૂર્વેના અંતિમ દિવસોમાં જ્ઞાતિવાદનું ચક્કર પણ ચાલ્યું હતું. પરંતુ શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા અને પીઢ મહામંત્રીઓને કારણે ચૂંટણીનું ચિત્ર પલટાવી દેતા ગત ટર્મ કરતાં 10 બેઠકનો વધારો કર્યો છે. જેમાં ઉત્તર- દક્ષિણ સરદાર નગર, ઘોઘા સર્કલ, ઉત્તર કૃષ્ણનગર અને કરચલીયા પરાની જવાબદારી પૂર્વ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ શહેર ભાજપ પ્રમુખ યોગેશ બદાણી, પીરછલ્લા, વડવા અ, કાળિયાબીડ અને તખ્તેશ્વર વોર્ડની જવાબદારી શિક્ષણવિદ અને પીઢ અગ્રણી અરૂણભાઈ પટેલ તેમજ ચિત્રા ફુલસર, કુંભારવાડા, વડવા બ અને બોરતળાવની જવાબદારી ડી.બી.ચુડાસમાએ ઝોન પ્રભારી તરીકે સંભાળી હતી.
પિતા હાર્યા અને પુત્રી થઈ વિજયી, પિતા વિધાનસભા તો પુત્ર કોર્પોરેશનમાં હાર્યો
કોર્પોરેશનની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી જુદાજુદા બે વોર્ડમાંથી પિતા અને પુત્રી બંને લડતાં હતાં. વડવા-બ વોર્ડમાંથી પૂર્વ નગરસેવક રહીમભાઈ કુરેશી જ્યારે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાંથી રહીમભાઈ કુરેશીની પુત્રી ખોખર શબાનાબેન અબ્દુલવાહિદે ચુટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ ગત ટર્મમાં સાધારણ સભા ગજવનાર રહીમભાઈ કુરેશી હારી ગયા હતા જ્યારે તેમની પુત્રી શબાનાબેનનો વિજય થયો હતો. તદુપરાંત ગઢડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણીમાં ઝંપલાવનાર મોહનભાઈ સોલંકી હારી ગયા હતા ત્યારબાદ તેના પુત્ર ચિરંજય સોલંકીને ચિત્રા ફુલસર વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉભો રાખ્યો હતો પરંતુ ચિરંજય સોલંકી પણ હારી ગયો હતો.
કુંભારવાડામાં કોંગ્રેસને ચુંટણી પહેલા એક બેઠકની ખોટ હતી ત્યાં બધી ગઈ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કુંભારવાડામાં કોંગ્રેસનું સારું એવું વર્ચસ્વ રહ્યું છે. ગત 2015માં ભાજપ અને કોંગ્રેસ બંનેને બબ્બે બેઠક મળી હતી. પરંતુ આ વખતે ચૂંટણી પહેલાં મેન્ડેટમાં ક્ષતિને કારણે કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થતાં માત્ર ત્રણ ઉમેદવારો જ રહ્યા હતા. તેમાં પણ લોકમત ભાજપ તરફથી જતા કોંગ્રેસે તમામ બેઠકો ગુમાવી હતી.
કોંગ્રેસ તરફી ગણાતા લઘુમતી અને દલિત સમાજના મતદારો રહ્યા નિરસ
લઘુમતી અને દલિત સમાજના મતદારોનો જુવાય સામાન્યતઃ કોંગ્રેસ તરફી રહ્યો છે. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટેડ મતદારોએ મતદાનમાં નિરસતા દાખવતા તેનો સીધો જ લાભ ભાજપને મળ્યાનો પણ રાજકીય વિશ્લેષકોનું માનવું છે. તદુપરાંત પીરછલ્લા કરચલીયા પરા સહિતના વોર્ડમાં પણ ઘણા વિસ્તારોમાં સિંગલ વોટીંગ થયો હોવાની પણ કોંગ્રેસના ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી.
ચિત્રા-ફુલસર વોર્ડમાં કાંતિભાઈએ કોંગ્રેસની થોડી ઘણી લાજ રાખી
ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષના ત્રણ ઉમેદવારો અને એક ઉમેદવાર ભાજપના વિજયી બન્યા હતા જ્યારે આ વખતે 180 ડિગ્રીમાં ચક્ર ફેરવાયું હોય તેમ આખુ પાસુ પલટી જતાં ભાજપના ત્રણ અને કોંગ્રેસનો એક ઉમેદવાર વિજય થયો હતો. કાંતિભાઈ ગોહિલે જીત મેળવી કોંગ્રેસની થોડી ઘણી લાજ બચાવી હતી.
ભાજપે ભગવો લહેરાવવા ઘણો પ્રયાસ કર્યો પરંતુ ઉત્તર કૃષ્ણનગરમાં કોંગ્રેસે પગ ન મૂકવા દીધો
ઉત્તર કૃષ્ણનગર કોંગ્રેસનો ગઢ ગણાય છે. ભૂતકાળમાં પણ ભાજપે પૂર્વ મેયર સહિતનાને ચૂંટણીમાં ઉતાર્યા હતા પરંતુ ભાજપ ફાવ્યું નહોતું. આ વખતે પણ ભાજપે ઉત્તર કૃષ્ણનગરમાં સક્ષમ ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ ભરતભાઈ બુધેલીયાએ ઉત્તર કૃષ્ણનગરમાં ભાજપને પગ મૂકવા ન દીધો અને કોંગ્રેસની આખી પેનલ વિજય બની છે.
કયા વોર્ડમાં કેટલા ટકા મતદાન
વોડૅનું નામ | કુલ મતદાન % |
ચિત્રા ફુલસર નારી | 49.12 |
કુંભારવાડા | 51.75 |
વડવા-બ | 51.94 |
કરચલીયા પરા | 57.09 |
કૃષ્ણનગર ઉત્તર – રૂવા | 52.69 |
પીરછલ્લા | 47.47 |
તખ્તેશ્વર | 45.06 |
વડવા –અ | 40.82 |
બોર તળાવ | 53.19 |
કાળવીબીડ - સીદસર - અધેવાડા | 43.95 |
સરદારનગર દક્ષિણ – અધેવાડા | 45.78 |
સરદારનગર ઉત્તર – તરસમીયા | 46.96 |
ઘોઘા સર્કલ – અકવાડા | 54.08 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.