તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી જો એક વોર્ડમાં 15થી વધુ ઉમદેવારો આવે તો બે ઈવીએમ મુકવા પડે

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 13 વોર્ડમાંથી 8 વોર્ડમાં 15થી વધુ ઉમદેવારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ પણ ભરાઈ ગયા છે જો એક વોર્ડ અથવા એક બેઠક પર 15થી વધુ ઉમેદવારો થશે તો બે ઈવીએમ મૂકવા પડશે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડમાંથી 8 વોર્ડમાં 15થી વધુ ઉમેદવારો નોંધાયા છે હવે જોવાનું એ રહ્યું કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે તો આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. જો આ છેલ્લા દિવસ દરમિયાન એક બેઠક પરથી 15થી વધુ ઉમેદવારો નોંધાશે તો તંત્રની મુશ્કેલીમાં વધારો થશે. કારણકે તમામ મતદાન મથક પર બે બેલેટ યુનિટ મૂકવા પડે છે. જો એક વોર્ડમાં ભાજપ-4, કૉંગ્રેસ-4, અને અપક્ષ અથવા અન્ય પાર્ટી થઈ વગેરે ઉમદેવારોની સંખ્યા 15 કરતા વધી જવાની શક્યતાઓ છે તો તેવી પરિસ્થિતિમાં સર્જાય તો જે તે વોર્ડના તમામ મતદાન મથક પર બે ઈવીએમ મુકવા પડે તેમ જણાય રહ્યું છે.

જો વોર્ડ વાઈઝ જોયે તો વોર્ડ નંબર. 1ચિત્રા-ફુલસર- નારીમાં કુલ-24 ઉમેદવારો છે, વોર્ડ નંબર 2 કુંભારવાડામાં 20 ઉમેદવારો છે, વોર્ડ નંબર 3 વડવા-બ 23 ઉમેદવારો છે, વોર્ડ નંબર 4 કરચલીયા પરામાં 19 ઉમેદવારો છે, વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર-રૂવામાં 18 ઉમેદવારો છે, વોર્ડ નંબર 6 પીરછલ્લામાં 16 ઉમેદવારો છે, વોર્ડ નંબર 7 તખ્તેશ્વરમાં 17 ઉમેદવારો છે, વોર્ડ નંબર 10માં 16 ઉમેદવારો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો