તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકાની ચૂંટણી:ભાવનગરના કુંભારવાડા વોર્ડનાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનાં મેન્ડેટ મામલે હોબાળો, શિલ્પાબા જયદેવસિંહ રાણાનું ફોર્મ રદ

ભાવનગરએક મહિનો પહેલા
 • શિલ્પાબા જયદેવસિંહ રાણાને બદલે મેન્ડેટમાં ગોહિલ અટક લખાઇ હોય ભાજપે વાંધો લીધો

આગામી 21 ફેબ્રુઆરીના રોજ ભાવનગર મહાપાલિકાના 13 વોર્ડની યોજાનાર ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ શનિવાર સુધીમાં કુલ તમામ વોર્ડમાંથી 493 ફોર્મ ભરાયા હતા અને આજે સવારથી જે તે ર્રિટનીંગ ઓફીસર સમક્ષ ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી જેમાં કુંભારવાડા વોર્ડનાં મહિલા ઉમેદવારના મેન્ડેટમાં અટક ખોટી આવતા ભાજપના ઉમેદવારોએ વાંધો ઉપાડ્યો હતો. આથી આ મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. તે મહિલાના ડમી ઉમેદવારનું ફોર્મ પહેલેથી જ રદ થયું છે ત્યારે ઓરીજનલ ઉમેદવારનું ફોર્મ પણ વાંધો આવવાના કારણે રદ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા એક તો છેલ્લી ઘડીએ કુંભારવાડા અને ચિત્રા- ફુલસર વોર્ડના નામોની યાદી જાહેર કરી અને છેલ્લી ક્ષણોમાં મેન્ડેટ આપ્યા હતા અને તેમાં પણ સીટીંગ મહીલાને કાપીને તેની જગ્યાએ નવા ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી હતી જેના કારણે કુંભારવાડા વોર્ડમાં પહેલેથી જ મહિલાઓ નારાજ છે અને કાર્યાલયે હોબાળો પણ મચાવ્યો હતો અને તે વોર્ડનાં જ મહિલા ઉમેદવાર શિલ્પાબા જયદેવસિંહ રાણાને ટીકીટ આપવામાં આવી હતી.

પરંતુ તેના મેન્ડેટમાં શિલ્પાબા જયદેવસિંહ ગોહિલ લખાયેલું હતું અને ફોર્મ ચકાસણીમાં આ મામલો સામે આવ્યો હતો આથી ભાજપના ઉમેદવારોએ તેનો વાંધો ઉપાડ્યો હતો અને ફોર્મ રદ કરવા ઉગ્ર રજુઆત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો