તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ પણ ભરાય ગયા છે અને ભાવનગરના 13 વોર્ડ માંથી 211 ઉમદેવારોએ પોતાની ઉમદેવારી નોંધાવી ચુક્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવા લાગી ગયા છે. કોંગ્રેસના ઉમેદવારોએ બોરતળાવ પાસે આવેલ થાપનાથ મહાદેવ મંદિરે મહાદેવના દર્શન અને પૂજા કરી પોતાના મત વિસ્તારમાં પ્રચાર નો પ્રારંભ કર્યો હતો અને મતદારો પાસે મત માંગ્યા હતા.
કોંગ્રેસ પક્ષ ના વોર્ડ નંબર 9 બોરતળાવના ઉમદેવારો એ આજે બોરતળાવ પાસે આવેલ થાપનાથ મહાદેવ મંદિરે થી દર્શન કરી પોતાના મત વિસ્તારમાં પ્રચાર નો પ્રારંભ કર્યો હતો ગત ટર્મમાં આ 4 ની પેનલ માંથી કૉંગ્રેસ પક્ષ ના ફાળે 3 સીટ આવી હતી
બોરતળાવ વોર્ડ નંબર 9 ના ઉમદેવારો જેમાં (1) જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ- પૂર્વ વિરોધપક્ષ નેતા (2) ભૂમિબેન સંદીપભાઈ ગોહેલ (3) મયાબા અનોપસિંહ જેઠવા (4) મહેશભાઈ સવજીભાઈ ઠોલા આ ચારેય ઉમદેવારો એ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર નો પ્રારંભ કર્યો હતો અને લોકો આગામી 5 વર્ષ માટે લોકો પાસે પોતાની પેનલ ને વિજય બનાવવા વિનંતીઓ કરી હતી.
કોંગ્રેસ એ અમને ફરીવાર તક આપી છે ત્યારે અમે ગત ટર્મ માં જંગી બહુમતીથી વિજય થયા તેમ આ વખતે પણ બોરતળાવના વાસીઓ અમને જંગી બહુમતી થી વિજય બનાવશે તેવો વિશ્વાસ છે અમે લોકો પાસે જઈ રહ્યાં છીએ ત્યારે લોકો સામે થી અમને આવકારી રહ્યા છે જે ભાજપ ની સરકાર છેલ્લા 25 વર્ષ થી વિનાશ કર્યો છે તેને કૉંગ્રેસ કરશે સાચો વિકાસ, 24 કલાક નો ચોકીદાર તરીકે હું કામ કરી રહ્યો છું એટલે મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં અમારી પેનલ ને જંગી બહુમતી થી જીતશે તેવી અમને આશા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.