સરકારી સાંઠગાંઠ:ભાવનગરના મહાનગરપાલિકાના કોર્પોરેટરો બન્યા કોન્ટ્રાક્ટરો, હોદ્દેદારોમાં બિલ્ડર થવા હોડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મહાનગરપાલિકા - ફાઈલ તસવીર - Divya Bhaskar
ભાવનગર મહાનગરપાલિકા - ફાઈલ તસવીર
  • પ્રજાહિતને કોરાણે મુકી આર્થિક હિતનો મુખ્ય હેતુ, અધિકારીઓએ કન્સલ્ટન્ટમાં ઝંપલાવ્યું
  • ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ, પક્ષના આગેવાનો જમીન મિલકતના દલાલ અને બિલ્ડરો બની ગયાં

સરકારી તંત્ર અને રાજકારણ બન્ને એકબીજાની ગાંઠે બંધાયેલા હોય તેમ સરકારી કામોમાં પણ સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હોય છે. કોર્પોરેશનના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ સરકારી કામના કોન્ટેક્ટર અને બિલ્ડરો બની ગયાં છે.

પ્રજાનું પ્રતિનિધિત્વ કરનારા પ્રજાના કામ કોરાણે મુકી પ્રજાના કામને આર્થિક ઉપાજનનો હેતુ સિધ્ધ કરવા કરવામ‍ાં અ‍ાવી રહ્યા છે. તેમજ અધિકારીઓ પણ ઓછી માયા નથી, તેઓ પણ બિલ્ડરો બની ગયા છે. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ માટે આર્થિક હિત સમાયેલું હોય તેવા કોઇપણ કાર્ય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે સંસ્થા સંબંધિત કરી શકે નહીં તેવી જોગવાઇઓ છે.

બીપીએમસી એક્ટ મુજબ નગરસેવકો કે તેમના પરિવારજનો કોર્પોરેશનના કોઈ કામ કરી શકે નહીં. હાલમાં પણ 52 નગરસેવકોમાંથી કોઈપણ કોર્પોરેટર પોતાના નામે કામ કરતો જ નથી. પરંતુ મોટાભાગના નગરસેવકો, પક્ષના સંગઠનના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્યો, કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે.

તેઓ પોતાના નામે કોઈ કામ કરતા નથી. પરંતુ અન્યના નામે પોતે ધંધો કરે છે. અને જેથી જ પ્રજાહિતના કાર્યો કરતા વ્યક્તિગત હિતના કાર્યો પર વધારે ધ્યાન દે છે. પક્ષના આગેવાનો થઇને બેઠેલા લોકો પણ જમીન અને મિલકત લે-વેચ તેમજ બિલ્ડરો બની ગયા છે. પક્ષનું તો માત્ર બેનર હોય છે પરંતુ પક્ષના બેનર હેઠળ વ્યવસાય કરવામાં આવતા હોવાના અનેક દાખલાઓ છે.

તેમાંથી કોર્પોરેશનના અધિકારીઓ પણ બાકાત નથી. અનેક અધિકારીઓ બિલ્ડરો બની કોર્પોરેશનમાં બચાવવાની ફરજ કરતા પોતાના વ્યવસાયનો વિકાસ કેમ થાય તેના પર જ ધ્યાન કેન્દ્રિત હોય છે. મોટાભાગે પ્રજા સાથે સંકળાયેલા લોકો જ ફરજ પ્રત્યે ગદ્દારી કરી સરકારી તંત્રને ધંધો બનાવી દીધો છે.

કેવા પ્રકારના કરે છે કામો ?
પેવર અને RCC રોડ, પેવિંગ બ્લોક, ડ્રેનેજ કોન્ટ્રાક્ટ, ટ્રી ગાર્ડ, બાકડા, ડ્રેનેજ અને પાણીની લાઈન, બિલ્ડીંગ રિપેરિંગ, કોમ્યુનિટી હોલ કોન્ટ્રાક્ટ, સ્ટ્રીટ લાઈટ, બોર્ડ હોર્ડિંગ્સ, પ્રચાર પ્રસાર, કોર્પોરેશન સંચાલિત બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન, પ્લ‍ાન મંજૂરી,નામ ટ્રાન્સફર, હેતુફેર,લીઝપટ્ટા રિન્યુ સહિતનું લાયઝનીંગ

શિક્ષણ સમિતિના સભ્યો પણ ગેરલાયક ઠરી શકે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો પણ નગરસેવકોની જેમ કોર્પોરેશન અથવા તો શિક્ષણ સમિતિ હસ્તકના કામો કરી શકે નહીં. જીપીએમસી એક્ટ અને એજ્યુકેશન એક્ટ અનુસાર જો સ્કુલ બોર્ડ અથવા ચુંટણી કરનાર સ્થાનિક સત્તામંડળના હુકમથી કરેલા કામમાં અથવા સ્કુલ બોર્ડ અથવા ચુંટણી કરનાર સ્થાનિક સત્તામંડળ વતી કરવામાં આવેલા કોઈ કરારમાં જાતે અથવા પોતાના ભાગીદાર મારફત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ અથવા હિતસંબંધ ધરાવતી હોય તો પણ ગેરલાયક ઠરે.

ચુંટાયેલા સભ્યો કોર્પો.ના આર્થિક હિત ધરાવતા કામ કરી શકે નહીં
જીપીએમસીની જોગવાઈ અનુસાર મહાનગરપાલિકાના ચુંટાયેલા સભ્યો અને કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો કોર્પોરેશન સંદર્ભિત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક સંકળાયેલા કામો કરી શકે નહીં. - ગીરીશ પટેલ, સેક્રેટરી

અન્ય સમાચારો પણ છે...