ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એન.વી.ઉપાધ્યાયે શહેરમાં આવેલી કામધેનુ ગૌશાળાની મુલાકાત લઈ ગૌવ સેવા તથા ગૌશાળા માં થતી સેવાકીય પ્રવૃતિઓને રૂબરૂ નિહાળી પ્રભાવિત થયા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિ માટે ગૌશાળા ના સંચાલકો તથા સેવા કરતાં સેવાભાવી ઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
કમિશ્નરએ તેમના પત્ની સાથે ગૌશાળાની મુલાકાત લીધી
ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર એન વી ઉપાધ્યાય માત્ર ફરજ દરમ્યાન કામગીરી કરતાં જ નઝરે ચડે એવું નથી શહેરમાં યોજાતા સાંસ્કૃતિક-સામાજિક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહી પોતાની સાદગીનો ઉમદા પરીચય અવારનવાર આપે છે ત્યારે તાજેતરમાં કમિશ્નર ઉપાધ્યાય તેમના પત્ની સાથે શહેરમાં આવેલી કામધેનુ ગૌશાળાની ઔપચારિક મુલાકાતે પહોંચ્યા હતાં, જ્યાં તેઓએ ગાયની પૂજા પણ કરી હતી, જયાં ગૌશાળાના સંચાલકોએ કમિશ્નર ને આવકાર્યા હતાં.
ગૌશાળાની વ્યવસ્થા નિહાળી કમિશ્નર પ્રભાવિત થયા
ગૌશાળાની કામગીરી થી અવગત કરાવ્યા હતાં અહીં અદ્યતન ઓપરેશન થીયેટર સહિત સુંદર વ્યવસ્થા નિહાળી કમિશ્નર પ્રભાવિત થયા હતા અને ગૌસેવાની કામગીરીને વખાણી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો ને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં તો બીજી તરફ ગૌશાળાના સંચાલકોએ પણ કમિશ્નરને ધાતુની ગાયની પ્રતિમા અર્પણ કરી સન્માનિત કર્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.