તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટીમેટમ:ભાવનગર મેડીકલ કોલેજના તબીબી શિક્ષકોનું આંદોલન, સાંજ સુધીમાં માગણી ના સંતોષાય તો આવતીકાલથી કોવિડ સેવા બંધ કરવાની ચીમકી

ભાવનગર3 મહિનો પહેલા
  • ભાવનગરના 150 જેટલા તબીબોએ કોવિડ સિવાયની કામગીરી બંધ કરી દેખાવો યોજાયા

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા સરકારી તબીબો/ ડેન્ટલ કોલેજના પડતર પ્રશ્નોને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં આજ થી ભાવનગર મેડિકલ કોલેજના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભાવનગર મેડીકલ કોલેજ ખાતે ગુજરાત રાજ્ય સરકાર હસ્તક તમામ સરકારી તબીબો/ડેન્ટલ કોલેજના પડતર પ્રશ્નોને લઈ વારંવાર અનેક રજુવાતો કરવા છતાં આજદિન સુધી નિર્ણય ન આવતા આજથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, આ આંદોલન 12-5-2021 ના રોજ થી તબીબો/ડેન્ટલ શિક્ષકો આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્વક, શિસ્તબદ રીતે અને સોશિયલ ડિસ્ટનસ સાથે હડતાલ શરૂ કરવામાં આવી હતી, ખાસ તો હાલ અત્યારે નોન કોવિડ સેવા બંધ કરવા આવી હતી અને જો હજી સાંજ સુધીમાં તેઓની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો 14-5-2021 થી કોવિડ સેવા પણ બંધ કરવામાં આવશે.

ભાવનગર સહિત રાજ્યભરના મેડીકલ કોલેજના તબિબી શિક્ષકોની લાંબા ગાળાના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા તબીબોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આજે ભાવનગરના 150 જેટલા તબીબોએ કોવિડ સીવાયની કામગીરી બંધ કરી હતી અને આંદોલનના મંડાણ કર્યા હતા.

મેડીકલ કોલેજના તબીબી શિક્ષકોએ ન્યાયીક માંગણીઓ માટે તારીખ 15 માર્ચનાં રોજ સરકારને આંદોલન- હડતાલ માટે આવેદન પત્ર પાઠવ્યો હતો, પરંતુ રાજયમાં વધી રહેલ કોરોનાં દર્દીઓની સંખ્યા - પરિસ્થિતિ ધ્યાને રાખી રાજ્યના દર્દીઓના હિત માં આંદોલન હડતાળ મુલતવી રાખી હતી છેલ્લાં એક વર્ષ થી વધુ સમયથી એક પણ રજા વિના રાજ્ય ની તમામ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય ના આશરે 75 ટકા થી વધુ કોરોના દર્દીઓની સારવાર માં નિમિત બની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેમના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

ગયા અઠવાડિયાના પ્રતિક ઉપવાસ મુલતવી બાદ યોજાયેલ હાઈ લેવલ મીટિંગ ના 5 દિવસ બાદ પણ સરકાર તરફથી કોઈ નકકર લેખિત સકારાત્મક પ્રતિભાવ મળેલ નથી આથી ગુજરાત ભરના 1700 થી વધુ તબીબ શિક્ષકો એ હવે પરિસ્થિતિવશ મજબુરી માં સંપૂર્ણ શાંતિપૂર્વક – શિસ્તબદ્ધ રીતે આંદોલન ચાલુ રાખવાનો એકમતથી ર્નિણય કર્યો છે આજે ભાવનગરના તબીબી શિક્ષકો હડતાલમાં જોડાયા હતા.

ભાવનગર મેડીકલ કોલેજના પ્રેસિડેન્ટ કૈલેશ ભલાણી જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ છતાં આજ દિન સુધી આમારી 12 થી 15 માગણીઓ હજી સુધી નિવેડો આવ્યો નથી, આજથી નોન કોવિડ કામગીરી બંધ કરીએ છીએ, જો સાંજ સુધીમાં નિર્ણય નહીં આવે તો આવતીકાલથી કોવિડ સેવા પણ બંધ કરવામાં આવેશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...