ડુંગળી લાવવા પર પ્રતિબંધ:ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં નવી ડુંગળીનો ભરાવો થતા બે દિવસ સુધી આવક બંધ કરવામાં આવી, હરાજી ચાલુ રહેશે

ભાવનગર6 મહિનો પહેલા
  • 20 કિલો ડુંગળીના 200 થી 544 રૂપિયાના ભાવ બોલાયા
  • યાર્ડમાં દરરોજ 50 હજારથી વધુ ડુંગળીની બોરી આવી રહી છે

સમગ્ર જિલ્લામાં છેલ્લા એકાદ માસથી તમામ તાલુકાઓનાં માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડ દ્વારા ડુંગળી માટે નારી ચોકડી ખાતે માલ રાખવાની તથા હરરાજીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજ હજારો બોરી ડુંગળી વેચાવા આવી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થતા ડુંગળીની બે દિવસ આવક બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે અને તેમાં પણ મહુવા, તળાજા, જેસર અને પાલિતાણા પંથકમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. હવે ડુંગળીની સિઝન શરૂ થઈ ગઇ છે. જેમાં માર્કેટ યાર્ડમાં ડુંગળી ની આવક ભરપૂર આવક થઈ રહી છે જેના કારણે શુક્રવાર અને શનિવાર બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે હરાજી શરૂ રહેશે.

ભાવનગર માર્કેટયાર્ડના ચેરમેન નરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે હાલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બોરીઓ 50 થી 60 હજાર જેટલી બોરીઓ આવી રહી છે અને ડુંગળીઓ બોરીઓ વાસી માલ વેહચવો ન પડે, ખેડૂતો અને વેપારીઓના હિતમાં બે દિવસ ડુંગળીઓ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે હરાજી શરૂ છે,હાલમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની ભરપૂર આવક થઈ રહી છે અને ખેડૂતોને સારી ડુંગળીના ઉચા ભાવ પણ મળી રહ્યા છે. દૈનિક થતી હરાજીમાં ખેડૂતોને વક્કલ પ્રમાણે ભાવ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...