તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભાવનગર મંડપ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ મદદની માગ કરી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ માફી સહિતની જરુરી માગણીઓ રજૂ કરવામા આવી

ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશન છેલ્લા એક વર્ષથી કામધંધા કોરોનાને કારણે બેસી ગયા હોવાથી તેઓ ની વિવિધ માંગણીઓને લઈ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપી ને રજુવાત કરવામાં આવી હતી.

ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશનના વ્યવસાયીઓ કે જેમાં મંડપ, ડેકોરેશન, સાઉન્ડ, ફલાવર કામ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરસ, ડી.જે, ફોટા અને વીડિયોગ્રાફર સહિતના વ્યવસાયઓ છેલ્લા એક વર્ષથી બંધ હોવાથી વ્યવસયકારો અને સાથે જોડાયેલા કામદારોની હાલત કફોડી બની છે.

વ્યવસાય 12 માસ થી બંધ હાલતમાં હોવાથી ગોડાઉનના ભાડા, પાર્ટી ના ભાડા, લીઝ પર લીધેલ સરકારી પ્લોટ કે હોલના ભાડા, સરકારી ટેક્ષ, ઓફિસ સ્ટાફનો પગાર, કારીગરો નો પગાર અનેક તમામ ખર્ચાઓ સાથે અમારા પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

ત્યારે સરકાર સમક્ષ ટેક્ષમાં માફી, સરકારી લીઝ પર રાખેલા પ્લોટ કે હોલ જે ગોડાઉનના ભાડા માફ કરવા,પ્રસંગોમાં અમને 50 ટકા લોકોને છૂટ આપવાની માગ કરી છે.

આવેદનપત્ર આપતી સમયે ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, ઉપપ્રમુખ કમલેશ લખાણી, જેન્તીભાઈ જાંબુચા, હરસુરભાઈ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો