તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂનો જથ્થો ઝડપાયો:ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે શિહોર નજીકથી ઇંગલિશ દારૂ-બિયરના જથ્થા સાથે રૂપિયા,15,11,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ-બિયરનો જથ્થો દેવગાણાના "લતીફ" નો હોવાનું બહાર આવ્યું

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સિહોર માંથી ઇંગ્લિશ દારૂ બિયર નો જથ્થો ભરીને બુટલેગરને દેવા જઈ રહેલી ટ્રક ઝડપી લીધો હતો જેમાં રાજસ્થાન ના ટ્રક ચાલક તથા કલીનર ની ધરપકડ કરી હતી જ્યારે દારૂ બિયરનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા છે.

હાલનાં તહેવારોની સિઝન તથા આગામી દિવસોમાં આવનાર ગણપતિ ઉત્સવ નવરાત્રી સહિતના પર્વોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લા ના બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવવા તથા છાંટો પાણીનાં શોખીનો ની સતત વધતી જતી માંગને પહોંચી વળવા સક્રિય થાઈ ગયાં છે અને કાયદાની કડકાઈ વચ્ચે પણ પરપ્રાંત માથી લાખ્ખોની કિંમત નો ઇંગલિશ દારૂ -બિયરનો જથ્થો મંગાવી રહ્યાં છે પરંતુ લાંબા કાનૂનના હાથ....! આવાં જથ્થા સુધી આસાની થી પહોંચી જતાં જોવા મળી રહ્યાં છે અને છાશવારે લાખ્ખો રૂપિયા નો દારૂ-બિયરનો જથ્થો ઝડપાતો હોવાનાં અહેવાલો પ્રચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં રહે છે આવો જ એક વિશાળ દાર-બિયરનો જથ્થો એલસીબી એ ઝડપી બુટલેગરો ના મનસૂબા પર ઠંડુ પાણી ફેરવી દીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે,

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સિહોર તરફ પેટ્રોલિંગ માં હોય એ દરમ્યાન બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે સિહોર તાલુકાના દેવગાણા ગામનો નરેશ નંદલાલ જાળેલા ઉર્ફે લતીફ તથા તેના સાગરીત રાહુલ લક્ષ્મણ બારૈયા એ રાજસ્થાન થી મસમોટો વિદેશી શરાબ તથા બિયરનો જથ્થો મંગાવ્યો છે જેની ટ્રક-ટ્રેલરમાં ડીલેવરી આવી રહી છે.

આથી ટીમે સિહોરમાં વોચ ગોઠવી ક્રિષ્ણા પાર્ક પાસે કિસાન માર્બલ સામે રોડપરથી પસાર થઈ રહેલ ટ્રક નં-જી-જે-18-એ,ઝેડ,-9531ને અટકાવી તલાશી લેતાં ટ્રક માંથી પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલ નંગ-948 કિંમત રૂ,2,95,000 બિયર નંગ- 2040 કિંમત રૂ,2,04,000 કેરેટ નંગ-10 કિંમત રૂ,2300 ટ્રક કિંમત રૂ,10,00,000 સાથે ટ્રક ડ્રાઈવર પ્રતાપસિંહ હિંમતસિંહ સિસોદિયા ઉ.વ.27 રે,રાજસ્થાન તથા કલીનર ભેરૂસિંહ માનસિંહ સિસોદિયા રે,રાજસ્થાન વાળાની ધડપકડ કરી પુછતાછ હાથ ધરતા તેઓએ આ દારૂનો જથ્થો દેવગાણા ગામનાં રાહુલ લક્ષ્મણ બારૈયા તથા નરેશ નંદલાલ જાળેલા ઉર્ફે લતીફ એ મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું આથી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર તથા કલીનર ની ધડપકડ કરી દારૂ,બિયર,ટ્રક મળી કુલ રૂ,15,11,500 નો મુદ્દામાલ સિહોર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી નરેશ ઉર્ફે લતીફ તથા રાહુલને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...