આરોપી જેલના સળિયા પાછળ:6 વર્ષીય માસુમ બાળાનુ અપહરણ કરનાર શખ્સને ભાવનગર LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના એક ગામમાંથી છ વર્ષીય માસુમ બાળાનુશખ્સે અપહરણ કરી અડપલાં કરી બગદાણા ગુરૂઆશ્રમ પાસે છોડી ફરાર થઈ ગયેલા શખ્સને એલસીબી તથા બગદાણા, જેસર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ હવાલે કર્યો હતો.

મહુવા તાલુકાના એક ગામમાંથી એક છ વર્ષીય બાળાનુ જેસર તાલુકાના શખ્સે અપહરણ કરી અડપલાં કર્યાં હતાં અને બગદાણા ગામે આવેલ નંદીગ્રામ પાસે છોડી ફરાર થઈ ગયાંની જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે અંગે ભાવનગર એલસીબી ની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને જેસર બગદાણા પોલીસ સાથે એલસીબી એ લોકલ સોર્સીસ તથા સીસીટીવી કેમેરા ફૂટેજ સહિતની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેસર પોલીસને હવાલે કરતાં પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...