કાર્યવાહી:ભાવનગર LCBએ સોનગઢ ગામે IPLનો સટ્ટો રમતા 3 શખ્સો લાખોના મુદ્દામાલ સાથે જબ્બે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિહોર તાલુકાના સોનગઢ ગામે IPLની મુંબઈ ઈન્ડીયન્સ તથા લખનૌ સુપર જાયન્ટસ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી-રમાડતા ત્રણ ઈસમોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.

બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમ પોલીસે સોનગઢ ગામે ચામુંડા કેબલની ઓફીસ, ચામુંડા પાન સામે, રેલવે સ્ટેશન રોડ, ટંડલીયા ચોક ખાતે મોબાઈલો, લેપટોપ, ટેબલેટ રાખી આઈપીએલ ટુર્નામેન્ટની મુંબઈ ઈન્ડીયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ 20-20 ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રમાડતા નિરવ ઉર્ફે ગોપાલ ડી. અનંતરાય ગાંધી (રહે. પ્લોટ નં.2880, અવધનગર, કાળીયાબીડ), જીગર બદ્રીશભાઈ ધાનક (રહે. ભગવતી શેરી, ભગાતળાવ, કણબીવાડ) અને અજય નરેન્દ્રસિંહ ગોહિલ (રહે.અકવાડા)ને રોકડ રૂા.16,030 તથા અન્ય મળી કુલ રૂા.5,96,880ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...