તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગર-કોચ્ચુવેલી સાપ્તાહિક વિશેષ ટ્રેન 13 એપ્રિલથી ચાલશે, 3 એપ્રિલથી ટિકિટ બુકીંગ શરૂ થશે

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 15 જૂન સુધી ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે

ભાવનગર-કોચ્ચુવેલી-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન (09260/09259) યાત્રિઓની સુવિધા અને માંગને પૂરી કરવા માટે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક દ્વારા કરવામા આવેલી જાહેરાત મુજબ ટ્રેન નંબર 09260 ભાવનગર-કોચ્ચુવેલી સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 10.05 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04.00 વાગ્યે કોચ્ચુવેલી પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 13 એપ્રિલ 2021 થી દર મંગળવારે દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09259 કોચ્ચુવેલી-ભાવનગર સ્પેશિયલ દર ગુરુવારે કોચ્ચુવેલીથી 15.45 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 12.25 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 15 એપ્રિલ 2021 થી દર ગુરુવારે દોડશે. આ ટ્રેન સિહોર, ધોલા, બોટાદ, જોરાવરનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, પનવેલ, રોહા, ચિપલૂન, રત્નાગીરી, સિંધુદુર્ગ, થિવિમ, મડગાંવ, કારવાર, કુમટા, બિંદૂર, ઉડુપી, તોકુર છે , મંગલૂરૂ જં., કાસરગોડ, પયન્નૂર, કણ્ણૂર, તલશેરી, વડકરા, કોઝિકોડ, તિરુર, ષોરણૂર જં., તૃશ્શૂર, આલુવા, એર્નાકુલમ, કોટ્ટયમ, તિરુવલ્લા, ચેંગન્નૂર, કાયમકુલમ અને કોલ્લમ જં. સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

પરતમાં ટ્રેન નંબર 09259 કોચ્ચુવેલી-ભાવનગર સ્પેશિયલ પયન્નૂર અને વડકરા સ્ટેશનો પર રોકાશે નહીં. આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. આ વિશેષ ટ્રેન 15 જૂન, 2021 સુધી વિશેષ ભાડા સાથે દોડશે. ભાવનગર-કોચ્ચુવેલી ટ્રેન નંબર 09260 નું બુકિંગ 03 એપ્રિલ, 2021 ના રોજ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. સંબંધિત ટ્રેનનાં સ્ટોપેજ અને ચાલનાર દિવસો માટે વિશેષ માહિતી મેળવવા વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જાનકારી પ્રાપ્ત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો