ભાવનગરથી ઉપડતી કાકીનાડા સાપ્તાહિક ટ્રેન 15 કલાક મોડી ઉપડતા મુસાફરોને ભાગે ભારે હાલાકી આવી હતી. સવારે 4.25 કલાકે ઉપડનારી કાકીનાડા ટ્રેન સાંજે 7.25 કલાકે ઉપડી હતી. પેરિંગ રેકને કારણે કાકીનાડા ભાવનગર ટ્રેન સાંજે 5.30 કલાક ભાવનગર ખાતે મોડી પહોંચી હતી. તેના કારણે શનિવારે નિર્ધારીત 4.25 કલાકે ભાવનગરથી ઉપડતી કાકીનાડા સાપ્તાહિક ટ્રેન પણ પ્રભાવિત થઇ હતી.
શનિવારે ભાવનગરથી કાકીનાડા ટ્રેન નિર્ધારીત સમયને બદલે સાંજે 7.25 કલાકે ઉપડી હતી, અેટલે કે, 15 કલાક ભાવનગરથી મોડી ઉપડી હતી. જો કે ભાવનગરથી ટ્રેન મોડી ઉપડવા અંગે મોટાભાગના મુસાફરો માહિતગાર નહીં હોવાને કારણે વહેલી સવારે ભાવનગર ટર્મિનસ સુધીનો ધક્કો થયો હતો.આમ વહેલી સવારે 4.25 કલાકે ઉપડનારી ટ્રેન 15 કલાક બાદ સાંજે 7.25 કલાકે ઉપડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.