ઉજવણી:આજથી રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભાવનગર જન્મોત્સવની ઉજવણી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલે ઘરે ઘરે તોરણ બાંધી દીપકો પ્રગટાવાશે
  • ​​​​​​​આજે સાંજે 7 કલાકે કૈલાસ વાટિકા ખાતે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઇરામ દવેનો કાર્યક્રમ યોજાશે

ભાવનગર શહેરના 299માં જન્મદિવસની ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ધારાસભ્ય અને મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી આગામી તા.2-3-4 મેના રોજ બોરતળાવ કૈલાસ વાટિકા ખાતે ઉજવણી થનાર છે. આવતી કાલ તા.2 મેને સોમવારથી થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ ત્રિદિવસીય મહોત્સવની ઉજવણીનો દબદબાભેર આરંભ કરવામાં આવશે. સાંજે 7 કલાકે શહેરમાં બોરતળવા કૈલાસ વાટિકા ખાતે સુખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઇરામ દવે દ્વારા ગીત-સંગીત અને સાહિત્યનો કાર્યક્રમ કાર્નિવલના આરંભે કરવામાં આવશે.દરમિયાનમાં આજે આલ્ફ્રેડ હાઇસ્કૂલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ પર પેઇન્ટિંગ કલા સંઘના ચિત્રકારો દ્વારા કરવામાં આવ્યા હતા. સાંજે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.

દરમિયાનમાં આજે કાર્યક્રમના આરંભે સાંજે આલ્ફ્રેડ ક્રિકેટ ગ્રાઉન્ડના કમ્પાઉન્ડના નવી બનેલી વોલ પર કલાસંઘના અજય ચૌહાણ અને અન્ય કલાકારોએ પોતાની કલા દર્શાવી એક એકથી ચડિયાતા ચિત્રો દોર્યા હતા. જ્યારે સાંજે 7 કલાકે 75 ઋષિકુમારો અને ભાવેણાવાસીઓએ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લઈને ભાવનગરના મંગલ માટે પ્રાર્થના કરી હતી. જેમાં બ્રહ્મસમાજના રાજુભાઈ ઉપાધ્યાય અને અન્યએ જહેમત ઉઠાવી હતી.

આમ 1723ના વર્ષમાં સ્થપાયેલા ભાવનગરના 299 વર્ષ પુરા થઈને 300માં વર્ષમાં પ્રવેશ થાય છે ત્યારે આવતીકાલ તા.2 મેને સોમવારથી તા.4 મેને બુધવાર સુધી ત્રિ-દિવસીય ઉજવણી ભવ્યતાભેર થવાની છે. જેમાં ગીત-સંગીત, કલા સાહિત્ય સહિતના વિવિધરંગી કાર્યક્રમો યોજાશે.

આ રીતે રહેશે વાહન પાર્કિંગની વ્યવસ્થા
તા.2 થી 4 મે, સોમવારથી બુધવાર સુધી કૈલાસવાટિકા બોરતળાવ ખાતે ભાવનગર કાર્નિવલની ઉજવણી થવાની છે ત્યારે નાગરિકોની સુવિધા માટે સ્થળની બન્ને તરફ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુમુદવાડી થઈને આવતા બાલવાટિકા સામે પાર્કિંગની જગ્યા નિશ્ચિત કરવામાં આવી છે તો કૈલાસવાટિકાના ગેટ તરફના રસ્તે જ્વેર્લ્સ સર્કલથી કાર્યક્રમ સ્થળે જતા નવા બનેલા રોડની ડાબી બાજુએ જતા મુખ્ય દરવાજા પહેલા, સોસાયટીની વાડીમાં વાહનોની પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...