ગોહિલવાડ રોશનીથી ઝળહળ્યું:ભાવનગરમાં દીપાવલી પર્વ નિમિત્તે મનમોહક રોશનીઓથી ભાવેણું ઝળહળી ઉઠ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • નાનાં-મોટાં તમામ વિસ્તારોમાં અદ્યતન રંગબેરંગી રોશનીઓથી ઝળહળતી કરવામાં આવી
  • લોકો સ્પેશ્યિલ રોશની નિહાળવા માટે દૂર દૂરથી શહેરમાં આવે છે

ભાવનગર શહેરમાં રોશની પર્વ દિપાવલીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં નાનાં-મોટાં તમામ વિસ્તારોમાં આવેલી સરકારી, ખાનગી તથા અર્ધ સરકારી ઈમારતોને છેલ્લા એક સપ્તાહથી અદ્યતન રંગબેરંગી રોશનીઓથી ઝળહળતી કરવામાં આવી છે.

શહેરમાં દરરોજ સાંજ ઢળતાની સાથે નયનરમ્ય નઝારો સર્જાય છે. લોકો સ્પેશ્યિલ રોશની નિહાળવા માટે દૂર દૂરથી શહેરમાં આવે છે. દિપોત્સવ-નૂતનવર્ષ પર્વ અન્વયે વર્ષોથી મકાનો દૂકાનો સાથે બહુમાળી ઈમારતોને રોશનીઓથી શણગારવાનો રિવાજ ચાલ્યો આવ્યો છે, ત્યારે હવે દિનપ્રતિદિન ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે વધતા જતા સંશોધનોને પગલે દર વર્ષે અવનવી વેરાઈટીઓનો ખજાનો માર્કેટમાં વેચાણ માટે આવે છે.

એક સમયે લેઝર લાઈટ ડેકોરેશનએ અમીર વર્ગની ઓળખ ગણાતી હતી અને મોંઘી ગણાતી આ સુશોભનની લાઈટો ખાસ વર્ગ જ ખરીદી કરી વાર-તહેવાર કે પ્રસંગોપાત જાહેરમાં સજાવતા હતાં. પરંતુ આજકાલ ગરીબ વર્ગના લોકો પણ આ લાઇટિંગ ડેકોરેશન ખરીદી સુશોભનમાં સજાવી શકે એ હદે પ્રાપ્ય છે. શહેરમાં હાલમાં જે રંગબેરંગી રોશનીઓની ઝાકમઝોળ જોવા મળે છે એ ખરેખર નિહાળવા લાયક નઝારો છે.

અન્ય સમાચારો પણ છે...