તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝળૂંબતો ખતરો:ભાવનગર નહીં, પણ ઘોઘા, ધોલેરા, દીવ, વેરાવળ અને પોરબંદર દરિયામાં ગરકાવ થઈ જશે; ગ્લોબલ વોર્મિંગના અહેવાલ બાદ એક્સપર્ટની ચેતવણી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભાવનગર દરિયાઈ સપાટીથી 24 મીટરની ઊંચાઈએ હોઈ, દરિયાનું પાણી ફરી વળવાની શક્યતા નથી
  • દરિયાઈ તટે આવેલાં નગરો આગામી 8 દશકામાં જળમાં ગરકાવ થઈ જશે

વિશ્વભરના દેશો સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ વોર્મિંગના અહેવાલથી ચિંતત થઈ ગયા છે. અવકાશી સંશોધન સંસ્થા નાસા શટલ રડાર ટોપોગ્રાફિક મિશનથી જાણવા મળ્યું છે કે દરિયાઈ તટે આવેલાં નગરો આગામી 8 દશકામાં જળમાં ગરકાવ થઈ જશે. જોકે ભાવનગર દરિયાઇ સપાટીથી 24 મીટરની ઊચાઈએ હોય એને ખતરો નથી, પણ ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું ઘોઘા દરિયાઇ સપાટીની થોડું પણ ઊંચાઇએ નથી, આથી દરિયાના પાણી ફરી વળવાનો ખતરો ભાવનગર નહીં, પણ ઘોઘા પર છે.

આ સંશોધન અંગે ડો.ભરત પંડિત (પર્યાવરણ શાસ્ત્રી અને ભાવનગર યુનિ.ના નિવૃત્ત પ્રોફેસર) જણાવે છે કે ભાવનગરની ઊંચાઈ દરિયાની સપાટીથી 24 મીટર ( 78 ફૂટ ) જોતા જો દરિયામાં દોઢથી બે મીટર (6 ફૂટ) પાણી વધે તો પણ ભાવનગરને નુકસાન નહિ કરે, પરંતુ ઘોઘા (દરિયાની સપાટી પર છે) અને ધોલેરા તો દરિયાની સપાટીથી નીચે હોય આ વિસ્તાર પર પાણી ફેલાઈ જશે. દિવ,વેરાવળ અને પોરબંદરની ઊંચાઈ દરિયાની સપાટીથી વધુ નથી તેથી પાણી ફેલાઈ જવાની શકયતા છે.

કઇ રીતે થાય છે શહેરની ઉંચાઇની નોંધ
ભારતમા સર્વે ઓફ ઈન્ડિયાએ વર્ષોના અભ્યાસના આધારે સમુદ્રની સપાટી પરથી દરેક શહેરની ઊંચાઈની નોંધ કરેલી છે. જે રેલ્વે સ્ટેશન પરના બોર્ડ પર સહેલાઈથી વાંચી શકાય છે. જેમકે ભાવનગર દરિયાની સપાટીથી 24 મીટર કે 78ફૂટની ઊંચાઈ પર છે.. દરિયામાં ભરતી અને ઑટના સમયે પાણીની સપાટી નોંધવામાં આવે છે. આ બંને સપાટી પરથી તેની સરેરાશથી સપાટી ગણી કાઢવામાં આવે છે ત્યારબાદ જે તે શહેરની ઊંચાઈ આ સપાટી પરથી માપવામા આવે છે. જેમ કે ભાવનગર શહેર દરિયાની સપાટીથી 24મીટર ( 78 ફૂટ )ની ઊંચાઈ પર આવેલુ છે. દરિયાની સપાટીથી પાલિતાણા ડુંગર 2221 મીટર (7288 ફૂટ) ઊંચાઈ ધરાવે છે.

નાસાએ શું કામ ભાવનગરને ગણ્યું ?
ડો.ભરત પંડિતે જણાવ્યું છે કે ભાવનગર અને ઘોઘા વચ્ચે માત્ર 20 કિમીનું અંતર હોય સેટેલાઈટ તસવીરમાં આ બંને એક જ બિંદુ પર દેખાય તેથી નાસાએ ઘોઘાને ભાવનગર ગણી અનુમાન કર્યુ હોય કે ભાવનગર ડુબી જશે.

ગુજરાતના શહેરોની સમુદ્રની સપાટીથી ઊંચાઈ

ગામનું નામફીટમીટર
ભાવનગર7824
ઘોઘા00
મહુવા420128
દિવ00
વેરાવળ00
પોરબંદર31
દ્વારકા4012
કંડલા103
ગાંધીધામ8927
વલસાડ4312
સુરત4312
હજીરા-દહેજ134
દમણ165
ખંભાત268