છેલ્લાં ચારથી પાંચ દિવસથી દરિયાઇ ભેજવાળા પવન ભાવનગરમાં હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી પણ આજથી પવનની દિશા ફરી જતા શહેરમાં બપોરે તાપમાન વધીને 41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે શરીરને દાહક ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓન થયો હતો. આગામી ચાર દિવસ સુધી હજી ગરમીનું મોજું યથાવત રહેશે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે શહેરમાં બપોર બાદ 20 કિલોમીટરની ઝડપે બળબળતો દાહક પવન ફૂ઼કાયો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવેના ચાર દિવસ સુધી શહેરમાં ગરમીનો પારો વધીને 42થી 43 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે.
ભાવગરમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 41થી 43.7 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આજે ભાવનગરમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયો હતો. હવામા ભેજનું પ્રમાણ ગઇ કાલે સાંજે 26 ટકા હતુ તે આજે વધીને 28 ટકા રહ્યું હતુ.
ગરમીનો વધતો જતો પારો
તારીખ | મહત્તમ તાપમાન |
8 મે | 41.7 ડિગ્રી સેન્ટીગ્રેડ |
7 મે | 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ |
6 મે | 39.7 ડિગ્રી સેન્ટીગ્રેડ |
5 મે | 37.7 ડિગ્રી સેન્ટીગ્રેડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.