તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી સંગ્રહિત:સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભાવનગરમાં સૌથી વધુ જળ સંગ્રહ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કુલ ક્ષમતાના 54.69 ટકા પાણી સંગ્રહિત
  • ભાવનગર જિલ્લાના જળાશયોમાં 230.68 MCM અને રાજકોટમાં 130.21 MCM પાણીનો થયેલો સંગ્રહ

ભાવનગર જિલ્લામાં ચોમાસા પૂર્વે તાઉતે વાવાઝોડામાં બેથી નવ ઇંચ વરસાદ ખાબકી જતા જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ હતી. હવે ચોમાસાના પ્રથમ તબક્કાનો વરસાદ પણ નોંધપાત્ર પ્રમાણમાં વરસી રહ્યો છે ત્યારે સામાન્ય રીતે પાણીના સંગ્રહમાં પાછળ રહેતા ભાવનગર જિલ્લામાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ભાવનગર જિલ્લામાં જે મુખ્ય 12 જળાશયો આવેલા છે તેમાં કુલ જળ સંગ્રહ ક્ષમતા (લાઇવ) 420.68 મિલિયન ક્યુબિક મીટર (MCM) છે અને તેની સામે આજ સવાર સુધીમાં કુલ 230.08 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

એટલે કે કુલ જળ સંગ્રહ ક્ષમતાના 54.69 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં આ પાણીનો સૌથી વધુ સંગ્રહ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લો છે. જ્યાં 130.21 મિલિયન ક્યુબિક મીટર (MCM)પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં જળસંગ્રહમાં સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં પાણીની સપાટી 28.1 ફૂટ છે. આ ડેમમાં 176.45 મિલિયન ક્યુબિક મીટર (MCM)પાણીનો સંગ્રહ છે. જેથી પાણી સંગ્રહમાં ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં અવ્વલ છે.

ભાવનગર જિલ્લામાં પાણીનો સંગ્રહ
જળાશયકુલ ક્ષમતાલાઇવ સંગ્રહટકાવારી
શેત્રુંજી ડેમ299.90 MCM176.45 MCM60.01 ટકા
રજાવળ ડેમ25.84 MCM8.91 MCM32.90 ટકા
ખારો ડેમ11.84 MCM9.31 MCM79.33 ટકા
માલણ ડેમ11.44 MCM4.09 MCM35.73 ટકા
રંઘોળા ડેમ36.81 MCM19.72 MCM53.56 ટકા
લાખણકા ડેમ3.68 MCM0.92 MCM24.92 ટકા
હમીરપરા ડેમ1.93 MCM0.00 MCM2.85 ટકા
હણોલ ડેમ5.43 MCM2.20 MCM42.29 ટકા
પીંગળી ડેમ1.84 MCM1.39 MCM78.82 ટકા
રોજકી ડેમ9.13 MCM4.23 MCM46.93 ટકા
જસપરા ડેમ3.18 MCM0.15 MCM18.68 ટકા
બગડ ડેમ9.66 MCM4.71 MCM55.72 ટકા
પાણીના સંગ્રહમાં પ્રથમ ચાર જિલ્લા
જિલ્લોજળસંગ્રહ
ભાવનગર230.68 MCM
રાજકોટ130.21 MCM
મોરબી87.77 MCM
અમરેલી81.21 MCM

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...