ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ ભારે પવન સાથે ઘુળની ડમરીઓ ઉડી હતી, સાંજે પણ તેજ પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસાદ વરસ્યો હતો, હોળીને પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું.
વાતાવરણમાં સંપૂર્ણપણે ઠંડક પ્રસરી
ભાવનગર શહેરમાં ભારે પવન અને વીજળીના ગડગડાટ સાથે વરસાદ પાડ્યો હતો. વરસાદના વરસતા રોડ પલળી જવા પામ્યા હતા અને વાતાવરણમાં સંપૂર્ણપણે ઠંડક પ્રસરી જવા પામી હતી, સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સમી સાંજે ભારે પવન ફૂંકાયો
સાંજે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શહેરમાં સાંજના 7 વાગે ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. આજે સોમવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22.3 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 26 ટકા અને પવનની ઝડપ 18 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.