ગૌરવ:ભાવનગરની સરકારી ઇજનેરી કૉલેજની વિદ્યાર્થિનીની દિલ્હી ખાતે યોજાનારી 26 જાન્યુઆરી પરેડમાં પસંદગી થઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારની પસંદગી
  • વૈદેહી મકવાણાની પસંદગી થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું

ભાવનગરની સરકારી ઇજનેરી કૉલેજની વિદ્યાર્થિની દિલ્હી ખાતે યોજાનારી 26 જાન્યુઆરી પરેડમાં પસંદગી થઈ છે. સરકારી ઈજનેરી કોલેજમાં ઇલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન વિદ્યાશાખાના 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી તથા NSSસાથે જોડાયેલી વોલેટિયર્સ વૈદેહી મકવાણાની આગામી 26 જાન્યુઆરી 2022ના રોજ રાજપથ દિલ્હી ખાતે યોજાનાર રિપબ્લિક ડે પરેડમાં પસંદગી કરાઈ છે.

દિલ્હી ખાતે યોજાનારી પરેડમાં ભાગ લેવા વેસ્ટઝોન NSS તરફથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)માંથી 2 અને સમગ્ર ગુજરાતમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારની પસંદગી થઈ છે. આમ, ભાવનગર શહેર સહિત સંસ્થાનું ગૌરવ વધાર્યુ છે. આ નિમિતે સંસ્થાના આચાર્ય ડૉ.જી.પી.વડોદરિયા તેમજ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિમાંશુ શ્રીવાસ્તવએ જરૂરી પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપલબ્ધી અન્વયે કોલેજના સર્વ અધ્યાપકોએ વૈદેહીને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...