તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:ભાવનગરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતાં પાંચ શકુનીઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાતમીના આધારે પોલીસે રેડ કરી પાંચ જુગારીઓને રોકડ રૂ.22 હજાર 590ના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્યા

ભાવનગરમાં દિન-પ્રતિદિન ક્રાઇમ વધતો જાય છે. જાણે કે કાયદાનો ડર ના હોટ તેમ બુટલેગરો અને જુગારીઓ બેફામ બન્યા છે. જ્યારે ગત રાત્રે પોલીસે બાતમીના આધારે જુગાર રમતાં પાંચ શકુંનીઓને 22 હજાર 590ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

શિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન શિહોર, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે આવતા પો.કોન્સ. બિજલ કરમટીયાને બાતમી મળી હતી કે, વિરજી જાદવભાઇ મકવાણા (રહે.વળાવડ,સતનારાયણ સોસાયટી તા.શિહોર)ના ઘરની પાસે શેરીમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક શકુનીઓ જુગાર રમે છે. બાતનીના આધારે પોલીસે રેડ કરતા પાંચ શખ્સો ઝડપાયા હતા.

પડાયેલા આરોપી ભરત લક્ષ્મણભાઇ ડાભી, મુકેશ મથુરભાઇ પરમાર, બળવંત ગોવિંદભાઇ રૂદાતલા, ગોપાલ જીગરભાઇ પરમાર, ભાવિન હિંમતભાઇ ખત્રી (રહે.તમામ શિહોર) પાસેથી રોકડા રૂપિયા 22 હજાર 590નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો