હેપ્પી બર્થ-ડે ભાવનગર:આજે 300માં વર્ષમાં ભાવનગરનો પ્રવેશ, જન્મદિવસ નિમિત્તે 750 જેટલા તિરંગા સાથેની યાત્રા યોજાઈ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના આરટીઓ સર્કલથી નીલમબાગ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ
  • નિલમબાગ ખાતે રેલી પૂર્ણ કરી મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ભાવનગરની સ્થાપના થયે આજે 299 વર્ષ પૂર્ણ થઈ અને 300 વર્ષમાં ભાવનગરે પ્રવેશ કર્યો હતો. આ ત્રણ શતકમા ભાવેણાએ કંઈ કેટલીય તડકી-છાયડી સાથે અડીખમ અને ઉઝળા ઈતિહાસનું સાક્ષી બન્યું છે. ત્યારે ભાવનગરના જન્મદિવસ નિમિત્તે 750 જેટલા તિરંગા સાથેની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભાવનગર નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તેમજ ભાવનગરના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંત, સુરા-દાતારો અને કલાનું પિયર એવાં ભાવેણા રાજ્યની સ્થાપના ઈ.સ.1723 માં મહારાજા ભાવસિંહજી ગોહિલે ખંભાતની ખાડી કાંઠે સૌપ્રથમ વડવા ગામનું તોરણ બાંધ્યું હતું. આજે આ વાતને 299 વર્ષ પુરા થયા છે અને ભાવનગર 300માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના અનેક નાનાં મોટાં રજવાડાઓમાં અનોખું ઝાઝરમાન રજવાડું એટલે ગોહિલવાડ. ગરવા ગોહિલવાડના ગુણગાન ગાતા કવિજન લેખકો આજે પણ થાકતા નથી.

ભાવનગર શહેરના આરટીઓ સર્કલથી નીલમબાગ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. નિલમબાગ ખાતે રેલી પૂર્ણ કરી મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં ભાવનગર નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...