ભવ્ય વર્ષીદાન વરઘોડો:ભાવનગરનો એન્જિનિયર યુવાન સંયમના માર્ગે, વિદ્યાનગરથી દાદાસાહેબ દેરાસર સુધી ભવ્ય વર્ષીદાન વરઘોડો યોજાયો

ભાવનગર23 દિવસ પહેલા
  • સુરતમાં સામુહિક દીક્ષા મહોત્સવમાં કરણકુમાર 29મી નવેમ્બરે દીક્ષા લેશે
  • સુરત ખાતે 74 મુમુક્ષુઓ એક સાથે જૈનાચાર્યોની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે

ભાવનગર શહેરનો એન્જિનિયર યુવાન સુરતમાં 29મી નવેમ્બરે યોજાનારા સામુહિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેવાનો છે, જેને પગલે આજે શનિવારે વિદ્યાનગર જિનાલયથી દાદાસાહેબ દેરાસર સુધી ભવ્ય વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. આ સિવાય ભાવનગરમાં તેમના પરિવાર દ્વારા આજથી ત્રણ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે શનિવારે મુમુક્ષુ કરણકુમારના વર્ષીદાન યાત્રા કાર્યક્રમનું વિદ્યાનગરથી નીકળી દાદાસાહેબ દેરાસર ખાતે સમાપન થયું હતું.

નોંધનીય છે કે સુરત ખાતે આગામી તા. 29 નવેમ્બરના રોજ સામુહિક દીક્ષા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષિત અને સુખી સંપન્ન પરિવારોના 74 મુમુક્ષુઓ એક સાથે એક જ વિશાળ મંડપમાં જૈનાચાર્યોની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરશે. આ સામુહિક દીક્ષા મહોત્સવમાં 35 યુવક અને 37 યુવતીઓ દીક્ષા લેશે. આ દીક્ષાર્થીઓમાં સી.એ, એમ.બી.એ, ડોકટર જેવી ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા દીક્ષાર્થીઓ પણ છે. આ દીક્ષા મહોત્સવમાં ભાવનગર શહેરના વિદ્યાનગરના શાહ નવિનચંદ્ર અમૃતલાલ પરિવારના મુમુક્ષુરત્ન કરણકુમાર પ્રવજ્યા ગ્રહણ કરશે. તેમણે એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જેના અંતર્ગત ભાવનગર ખાતે તા. 12થી 22 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે.

જેના પગલે આજરોજ શનિવારે સવારે 8 કલાકે વર્ષીદાન યાત્રા વિદ્યાનગર જિનાલયથી દાદાસાહેબ જિનાલય સુધી યોજાઈ હતી. આ સિવાય તા. 14ને રવિવારે સાંજે 7થી 10 વિરની વિદાય કાર્યક્રમની શરૂઆત અંધ ઉદ્યોગશાળા, વિદ્યાનગર ખાતેથી થશે. તા. 22 નવેમ્બરને સોમવારે સવારે 07:05 કલાકે અંતિમ ઓવારણા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...