તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:ભાવનગરના તબીબ પર કરેલ હુમલાખોરને ત્રણ વર્ષની કેદ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સારણગાંઠના ઓપરેશન બાબતે અસંતોષ રહેતા દર્દીઓ ભાવનગરના ડોકટર પર છરીવડે હુમલો કર્યાનો કેસ ભાવનગર કોર્ટમાં ચાલીજતા કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. આઠ વર્ષે પૂર્વે આરોપી પ્રવિણભાઇ જાેરસંગભાઇ દેવલુક (રહે. દાણાપીઠ લાલદાસના મંદિર પાસે)નું અગાઉ સારણગાંઠનું ઓપરેશન ઘનશ્યામભાઇ લવજીભાઇ પટેલ (રહે. દેવુબાગ, સરદારબાગ સોસાયટી. પ્લોટ.નં.15)ના માર્ગદર્શન હેઠળ જીથ્રી ગામે મેડિકલ કેમ્પમાં થયેલું હતુ. જે ઓપરેશન બાબતે અસંતોષ રહેતા જેનું મનદુખ રાખી ગત તા.12/3ના સવારે નિલમબાગ સર્કલ પાસે વિરભદ્ર શોપીંગ સેન્ટરના ઉપરના માળે જવાના દાદરા પાસે ડોક્ટર ઘનશ્યામ પટેલને આરોપી પ્રવિણભાઇ દેવલુકે છરી વડે પેટના ભાગે એક ઘા જીકી ગંભીર ઇજા કરી મોત નિપજાવવાની કોશીશ કરી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પત્નિ બિનાબેન ઘનશ્યામભાઇએ એ.ડીવીઝન પોલીસ મથકમાં પ્રવિણભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ આજે ભાવનગરના છઠ્ઠા એડીશન ડિસ્ટ્રીક્ટ જજ એસ.આઇ. તારાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ યાત્રીબેન પંડ્યાની દલીલો સાહેદો, મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને રાખી પ્રવિણભાઇ જાેરસંગભાઇ દેવલુક સામે ગુનો સાબિત માની ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.10000નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો