સૌરાષ્ટ્ર ક્રિકેટ:અર્જુનના 154 રનની મદદથી ભાવનગર ડિસ્ટ્રીક્ટનો વિજય

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર-25 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્ના.માં
  • ભાવનગર રૂરલ વતી હર્ષિત ભટ્ટના 99 રન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-25 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટની રમાઇ ગયેલી લીગ મેચમાં ભાવનગર ડિસ્ટ્રીક્ટ (સિટી)એ ભાવનગર રૂરલ ક્રિકેટ એસો.ની ટીમને પરાસ્ત કર્યુ છે. અત્રેના સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે ગુરૂવારે સવારે ભાવનગર સિટી ટીમના સુકાનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે નિર્ધારીત 50 ઓવર્સમાં 8 વિકેટે 413 રન નોંધાવ્યા હતા.

જેમાં અર્જુન રાઠોડે 105 દડામાં 19 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 154 રન જૂડી કાઢ્યા હતા. સુકાની અંશ ગોસાઇએ 67 દડામાં 7 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 81 રન, અચ્યુત અણઘણે 35 દડામાં 6 ચોક્કા અને 3 છગ્ગાની સહાયતાથી 64 રનનું યોગદાન આપ્યુ હતુ. મીત કુકડીયાએ 3, ઉમંગ સાકરીયા અને કેવલ ઝાપડીયાએ 2-2 વિકેટો મેળવી હતી. રૂરલની ટીમ 50 ઓવર્સમાં 8 વિકેટે 236 રન બનાવી શકી હતી.

જેમાં હર્ષિત ભટ્ટના 77 દડામાં 9 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 99 રન, રવિ ભેડાના 42 રન, સુલેમાન કાસમાણીના 20 રન મુખ્ય હતા. યુવરાજ શિણોલ, સમીર પઠાણ અને પૃથ્વી ચૌહાણે બે-બે વિકેટો પ્રાપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...