આ વર્ષે ભાવનગર જિલ્લાના ગરમીનો આરંભ થઇ ગયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જોવા મળી છે. ઉનાળુ પાકના વાવેતરમાં આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો ઉનાળુ વાવેતરમાં પ્રથમ ક્રમે છે. ભાવનગર જિલ્લામાં 18,400 હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 2200 હેકટરમાં થયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે છે.
ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, બાજરી અને તલ હોય છે. જેમાં ઉનાળા આરંભે જ ગરમી પડવા લાગી છે ત્યારે કુલ વાવેતર 18,400 હેકટરમાં થયું છે. જે સાગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ, ખેડા અને સુરત બાદ ચોથા ક્રમે છે.
સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાકનું વાવેતર | |
જિલ્લો | વાવેતર |
ભાવનગર | 18,400 હેકટર |
અમરેલી | 12,100 હેકટર |
ગીર સોમનાથ | 8,600 હેકટર |
બોટાદ | 4,000 હેકટર |
જૂનાગઢ | 3,900 હેકટર |
જામનગર | 3,500 હેકટર |
સુરેન્દ્રનગર | 1,900 હેકટર |
રાજકોટ | 1,800 હેકટર |
મોરબી | 1,400 હેકટર |
દેવભૂમિ દ્વારકા | 300 હેકટર |
પોરબંદર | 100 હેકટર |
મગફળીમાં રાજ્યની 26% વાવણી ભાવનગરમાં
ગુજરાત રાજ્યમાં ઉનાળુ વાવેતરમાં માર્ચના આરંભે મગફળીનું કુલ વાવેતર 8300 હેકટરમાં થયું છે તેમાં એકલા ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 2200 હેકટરમાં થયું છે. એટલે કે 26.51 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં 600 હેકટર સાથે અમરેલી જિલ્લો બીજા નંબરે અને જામનગર જિલ્લો 400 હેકટર સાથે ત્રીજા નંબરે છે. આમ પણ દર વર્ષે ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લો મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અગ્રતાક્રમે હોય છે.
જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર ? | |
પાક | વાવેતર |
મગફળી | 2200 હેકટર |
બાજરી | 2600 હેકટર |
તલ | 1400 હેકટર |
ડુંગળી | 2600 હેકટર |
શાકભાજી | 1100 હેકટર |
મગ | 100 હેકટર |
ઘાસચારો | 8200 હેકટર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.