તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ભાવનગર જિલ્લા પંચાયતનું 1035 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિકાસ કામો માટે સભ્યોને મળતી 10 લાખની ગ્રાંટમાં વધારો કરવાની માગ

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સને 2020-2021ના વર્ષનું સુધારેલ અને સને 2021-22ના વર્ષનું અંદાજપત્ર રજુ થયું હતું.

જેમાં સરકારી પ્રવૃત્તિઓ અને સ્વ ભંડોળની આવક મળીને કુલ સુચિત અંદાજીત આવક રૂા. 1041.6 કરોડ તથા ખુલતી સિલક રૂા. 363.19 કરોડ મળી કુલ રૂા. 1404.26 કરોડની સામે રૂા. 1035.20 કરોડના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂા. 369.05 કરોડની પુરાંતલક્ષી બજેટ રજુ થયું હતું. આમ, આજે મળેલી સભામાં જિલ્લા પંચાયતનું રૂા. 1035.20 કરોડના બજેટને સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.

આજે મળેલી સભામાં પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સને 2021-22ના સ્વ ભંડોળ વિભાગમાં જિલ્લા પંચાયતમાં કુલ રૂા. 1357.79 લાખ ખર્ચ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ચૂંટાયેલા સદસ્યોને તેમના વિસ્તારના વિકાસના કામો માટેની જોગવાઇમાં સદસ્ય દિઠ રૂા. ત્રણ લાખ ખર્ચ કરવા માટે કુલ રૂા. 120 લાખની તેમજ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાંટમાંથી વિકાસના કામો માટે રૂા. 160 લાખ અને જંગલ કટીંગ માટે રૂા. 40 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત આ બજેટમાં બાંધકામ ક્ષેત્ર માટે રૂા.358 લાખ, શિક્ષણ ક્ષેત્રે 90.55 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂા. 14.10 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂા. 7.50 લાખની જોગવાઇ કરવામાં આવી છે. સ્કોલરશીપ સહાય માટે રૂા . સાત લાખ ખેત મજુર આકસ્મીક મૃત્યુ સહાય રૂા. દસ લાખ, જિલ્લા પંચાયતમાં બિલ્ડીંગો, મકાનોની સંભાળ, મરામત અને આધુનિકરણ માટે રૂા. પચાસ લાખ અને પથિકાશ્રમની મરામત અને નિભાવણી રૂા. 40 લાખની જોગવાઇ કરવામાં આવી છે. દવાખાનાઓની સુવિધા વધારવા માટે પણ જોગવાઇ કરવામાં આવી છે.

આગામી વર્ષમાં રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ 15મું નાણાપંચ અને સ્વભંડોળના સુભગ સમન્વયમાંથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે રસ્તા, પાણી, ગટર, સિંચાઇ, અને સફાઇ જેવી પાયાની સુવિધા ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડીના બાલકો માટેની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. ખેડુતો અને પશુપાલકો માટે આર્થિક પ્રગતિ થાય તેવું આયોજન કરવામાં આવશે. જિલ્લાના વિકાસના તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધા પહોંચાડી શકાય તે માટેની આ બજેટમાં જોગવાઇઓ કરવામાં આવી છે. તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું.

જ્યારે આજે મળેલી સભામાં વિપક્ષના સભ્યોએ આ બજેટને ચીલાચાલુ ગણાવ્યું હતું. અને વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ઉર્ફે પદુભા ગોહિલ (ખોખરા)એ આક્રમક મુડમાં જણાવ્યં હતું કે, લોકોએ બહુમતીએ ચૂંટીને મોકલ્યા છે તો ગામડાના લોકોના વિકાસના કામો કરો, આપણા વિકાસના કામો કરવાની જરૂર નથી. ઉપરાંત તેમણે સુચન પણ કર્યું હતું કે ગામડામાં રમત ગમતના મેદાનો માટે કોઇ રકમની ફાળવણી ઓછી થઇ છે. ખેડુતોના લાભાર્થે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવા પણ વિપક્ષે માંગ કરી હતી. પથિકાશ્રમનો કોઇ ઉપયોગ નથી. આવક થતી નથી છતા તેના માટે રૂા. 40 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે વ્યાજબી નથી.

આ ઉપરાંત વિપક્ષના નેતા પદુભાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા સદસ્યોને પોતાના વિસ્તારના વિકાસ માટે કરવાના કામો માટે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે રૂા. 10 લાખનો તેમાં વધારો કરી રૂા. 15 થી 20 લાખ કરવી જોઇએ. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સદસ્યો એક થયા હતા અને વધુ રકમ ફાળવવા માટે સરકારમાં રજુઆત થવી જોઇએ તેમ તમામ સભ્યોએ જણાવ્યું હતું. ચૂંટાયેલા મહિલા સદસ્યોએ પણ વિધ્વા મહિલાઓની સહાય, સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.

આજે મળેલી સાધારણ સભાના અંતમાં અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક ઠરાવો રજુ થયા હતા જેને સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આજે ચૂંટાયેલા સદ્‌સ્યોની પ્રથમ સભા હોય જેમાં ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ સિહોરાને ડાઇઝ ઉપર બેસવા માટેનો પણ ઠરાવ મંજુર થતા તેમને પ્રમુખની બાજુમાં ડાઇઝ ઉપર બેસાડવામાં આવ્યા હતા.

પ્રમુખને આવક-જાવક અંગે પૂછતા કહ્યું- હજી ખર્ચ ક્યાં થયો છે તો આવક થાય?

બજેટ બેઠક પૂર્ણ થતાં બજેટ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ ને પત્રકારો દ્વારા પૂછવામાં આવતા કેટલા કરોડનું બજેટ છે કેટલી આવક જાવક અને પુરાંતવાળુ બજેટ છે તે અંગે પૂછતાં તેને ખબર જ નહોતી અને આમથી આમ જોવા મળ્યા અને પછી કહે કે 1035 કરોડ નું છે અને આવક ક્યાંથી આવશે અને જાવક કેટલી થશે તે અંગે પૂછતાં તેણે કહે કે હજી ક્યાં ખર્ચ કે આવક થઈ છે તો ખબર પડે કે આવક કેટલી થશે અને જાવક થશે...?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો