ઉજવણી:દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થતા ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા 100 ફુગ્ગા ઉડાડીને ઉજવણી કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • જિલ્લા વિકાસ અધિકારી સહિત અગ્રગણ્ય અધિકારીઓ-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
  • જિલ્લામાં કુલ 12,11,213 લોકોએ પહેલો ડોઝ તથા 6,16,371 લોકોએ બીજો ડોઝ લીધો છે

દેશમાં કોરોના મહામારીને નેસ્તનાબૂદ કરવા કેન્દ્ર સરકારે હાથ ધરેલા કોવિડ વેક્સિનેશન અંતર્ગત દેશમાં સફળતા પૂર્વક 100 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે આજે ગુરૂવારે ભાવનગરમાં જિલ્લા પંચાયત પટાંગણમાં 100 ફુગ્ગા ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી.

આ વૈશ્વિક મહામારી સામે એક મજબૂત વેક્સિનેશન ઢાલ રચવામાં આવી છે, ત્યારે આ વેક્સિનેશનના 100 કરોડ ડોઝ સફળતા પૂર્વક લગાવવામાં આવ્યાં છે, ત્યારે ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં અત્યારે સુધીમાં 45થી વધુ ઉંમરના 4,57,398 લોકોને પ્રથમ ડોઝ તેમજ બીજો ડોઝ 2,95,388 લોકોને આપવામાં આવ્યો છે. જયારે 18 થી 44 ની વય જૂથમાં 6,99,513 લોકોને પહેલો ડોઝ તથા બીજો ડોઝ 2,72,475 લોકોને અપાયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 12,11,213 પહેલો ડોઝ તથા બીજો ડોઝ 6,16,371 લોકોએ રસી લીધી છે. વેક્સિનેશનની ઉજવણી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સહિત અગ્રગણ્ય અધિકારીઓ-કર્મચારીઓની બહોળી ઉપસ્થિતી વચ્ચે 100 બલુન્સ (ફુગ્ગા) ઓ ઉડાડવામાં આવ્યાં હતાં અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન ટીમ તથા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા તબીબોથી લઈને નર્સિંગ સ્ટાફ સહિતનાઓની સફળ વેક્સિનેશન કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યાં હતા.

ડીડીઓ ડો.પ્રશાંત જિલોવાએ જણાવ્યું હતું કે, આજે દેશમાં 100 કરોડ રસીના ડોઝ અપાઈ ગયા છે, જેના ભાગરૂપે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને તમામ phc સેન્ટરો ખાતે રંગોલી તથા ફુગ્ગાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી, એ સાથે દેશવાસીઓમાં મહામારી સંદર્ભે વધુને વધુ જાગૃતિ આવે અને લોકો વેક્સિનેશનથી મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ બને એવી કામનાઓ કરી હતી. આ પ્રસંગે ડીડીઓ ડો.પ્રશાંત જિલોવા, આરોગ્ય અધિકારી તથા સ્ટાફગણો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...