તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વન મહોત્સવ થકી ભાવનગર જિલ્લો હરિયાળા જિલ્લાઓમાં અગ્રીમ સ્થાન પર

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમઢીયાળા ખાતે 1111 રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવાયું
  • રાજયમંત્રીની ઉપસ્થિતિમા ભાવનગર જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ખાતે યોજાયો

ભાવનગર જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે શિક્ષણ, મહિલા અને બાલ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને તથા સાંસદ ડો.ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જયાં 1111 રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાનન કરાવવામાં આવ્યું હતું. 71માં વન મહોત્સવને ખુલ્લો મુકતા રાજયમંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષનું જતનએ યજ્ઞ સમાન છે. હરિયાળું વન એ તમામ પશુ પક્ષી તથા માનવ જીવન માટે અનેકરૂપે લાભદાયી છે. આજે ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં હરિયાળા જિલ્લાઓમાં અગ્રીમ પંક્તિમાં છે તેનું કારણ સરકારના આવા વન મહોત્સવ જેવા કાર્યક્રમો છે.

ત્યારબાદ મંત્રીએ વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી હરીયાળું ગુજરાત, હરિયાળું ભાવનગર બનાવવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા સૌને સહભાગી થવા અપીલ કરી હતી અને ઉમેર્યું હતું કે વન મહોત્સવની ઉજવણી સાથે વૃક્ષોની માવજત કરવી પણ એટલી જ જરૂરી છે. તો જ સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી સાર્થક થશે.

અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.પી.સીસોદીયાએ જણાવ્યું હતું કે સને 2021-22નાં વર્ષ માટે સામાજીક વનીકરણ વિભાગ બોટાદને કુલ 29 લાખ રોપા ઉછેરનો લક્ષ્યાંક ફાળવણી કરવામાં આવેલ. જેમાંથી 14.63 લાખ ખાતાકિય નર્સરીમાં તેમજ ડી.સી.પી. નર્સરીમાં 5.10લાખ રોપાઓ ઉછેર કરવામાં આવનાર છે. વર્ષ 2019-20ના વર્ષમાં વન વિભાગની ખાતાકિય તેમજ ડી.સી.પી. નર્સરીમાં 33.77 લાખ રોપા ઉછેર કરેલ.

જેમાંથી ખેડુતો, શાળાઓ, ગ્રામ પંચાયત તથા અન્ય સરકારી/બિન સરકારી સંસ્થાઓને કુલ 31.04 લાખ રોપા વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ તેમજ 2.73લાખ રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભવો દ્વારા કોરોના પ્રતિરોધક ઔષધિય વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતું અને સમઢીયાળા ગૌ-શાળા ખાતે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તરૂપૂજન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,

અન્ય સમાચારો પણ છે...