વિશ્વ પર્યાવરણ દિવસ:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા વિકટોરીયા પાર્ક ખાતે આખો દીવસ પ્રક્રૃતિના સાનિધ્યમાં રહી ઉજવણી કરી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરની 12 શાળાના 100 સ્કાઉટ ગાઈડ, રોવર અને શિક્ષકો જોડાયા હતા

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વિકટોરીયા પાર્ક ખાતે પ્રક્રૃતિના સાનિધ્યમાં રહી કરવામા આવી હતી.

ભાવનગર સ્કાઉટ ગાઈડ સંધ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વિક્ટોરિયા પાર્ક ખાતે પ્રકૃતિના ખોળે બાળકોએ ઉજવણી કરી હતી, સવારે 9 થી બપોરનાં 4 સુધીમા આંબા નર્સરી ખાતે સફાઈ, માટી એકત્રીકરણ, ખાતર એકત્રીકરણ, બીજ એકત્રીકરણ, બીજ રોપણ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો દીવસભર કર્યા હતા. બપોરે સ્કાઉટ ગાઈડ બાળકોએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એસ.આર.ડાકી-આર.એફ.ઓ, દીવ્યરાજસિહ સરવૈયા-આર.એફ.ઓ, ડો.નલિનભાઈ પંડીત પૂર્વ નિયામક જી.સી.ઈ.આર ટી ગાંધીનગર, બાબાલાલ પંડ્યા સાગરભારતી, એન એફ ત્રિવેદી જિ મુખ્ય કમિશ્નર, દર્શનાબેન ભટ્ટ- ગાઈડ કમિશ્નર વિગેરેઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

ભાવનગર શહેરની 12 શાળાના 100 સ્કાઉટ ગાઈડ, રોવર અને શિક્ષકો જોડાયા હતા. સામાજિક વનીકરણ રેન્જ ભાવનગર આંબા પ્લોટ નર્સરી દ્વારા ખૂબ સુંદર સહયોગ અને વ્યવસ્થા કરી આપવામા આવેલ સ્કાઉટ ગાઈડને છાશ, લીંબુ-સરબત, ભોજનમાં મોતીચુરના લાડુ અને બપોરે વધારેલા ચણાનો નાસ્તો આપવામા આવેલ. કાર્યક્રમ પૂર્ણ થયે દરેકને વિનામૂલ્યે રોપા આપવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ફોરેસ્ટર તૃષિકાબેન અને તેમની ટીમ અજયભાઈ ભટ્ટ, યશપાલ વ્યાસ અને સિનિયર સ્કાઉટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...