વિદ્યાર્થીઓને દીક્ષા:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા દક્ષિણામૂર્તિ ખાતે સ્કાઉટ ગાઈડનો દીક્ષા વિધિ કાર્યક્રમ યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે. ત્યારે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સ્કાઉટ ગાઈડનો દીક્ષા વીધી કાર્યક્રમ યોજાયો હતો. સ્કાઉટ ગાઈડ પ્રાર્થના અને ઝંડાગીત બાદ અજયભાઈ ભટ્ટ અને દર્શનાબેન ભટ્ટ દ્વારા ધ્વજની સાક્ષીએ પ્રતિજ્ઞા બોલાવી દીક્ષા આપવામાં આવી હતી. શાળાના આચાર્ય અતુલભાઈ, રતનબહેન અને વાલી ભાઈઓ બહેનો દ્વારા સ્કાઉટ ગાઈડ બાળકોને સ્કાર્ફ પહેરાવી સન્માનિત કરાયા હતા. દીક્ષાર્થી બાળકોને મો મીઠુ કરાવ્યાં બાદ રાષ્ટ્રગીતનું ગાન અને નારા બોલાવવામાં આવ્યાં હતા.

બાળકના ધડતર આ પ્રવૃત્તિ દ્વારા કરાઈ
શિસ્ત, સેવા, સાહસ અને ચારિત્ર ધડતરના પાઠો સાથે સર્વાગી વિકાસની તાલીમ આપી એક ઉત્તમ નાગરીકનું ઘડતર આ પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવી રહ્યુ છે ત્યારે શાળામાં નવા જોડાયેલ સ્કાઉટને શાળાના સ્કાઉટ શિક્ષક અજયભાઈ ભટ્ટ દ્વારા તેમજ ગાઈડને દર્શનાબેન ભટ્ટ દ્વારા પ્રવેશની દીક્ષા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના તમામ વીભાગના વીભાગીય વડાઓ વાલી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સીનીયર સ્કાઉટ ગાઈડનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...