ચોમાસાના 4 માસનું રિપોર્ટ કાર્ડ:ભાવનગર જિલ્લામાં 3 માસમાં 48 ટકા મેઘમહેરગત 1 માસમાં 56 ટકા વરસાદ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત વર્ષમાં આ સપ્ટેમ્બરમાં વિક્રમી વરસાદ વરસ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે સપ્ટેમ્બર માસમાં આરંભથી જ્યારે મહિનો પૂર્ણ થયો છે ત્યારે રોજેરોજ વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરના આરંભેલ જિલ્લામાં સરેરાશ વરસાદ માત્ર 281 મી.મી. હતો તે આજે 30 દિવસે વધીને 633 મી.મી. થઇ ગયો છે. એટલે કે સપ્ટેમ્બરના 30 દિવસમાં જિલ્લામાં એવરેજ 352 મી.મી. વરસાદ વરસી ગયો છે. જે છેલ્લાં 7 વર્ષમાં ભાવનગરના વરસાદમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ છે.

ભાવનગર શહેરમાં આ વર્ષે સપ્ટેમ્બર માસના આરંભે કુલ વરસાદ 327 મી.મી. થયો હતો તે 30મીની સાંજ સુધીમાં 30 દિવસમાં 566 મી.મી. એટલે કે 22 ઇંચથી પણ વધીને 893 મી.મી. એટલે કે લગભગ 36 ઇંચના આંબ્યો હતો. જિલ્લામાં ટકાવારીના દ્રષ્ટિએ 30 દી’માં 56.39% વરસાદ વરસ્યો જિલ્લામાં આ સપ્ટેમ્બર માસના આરંભેલ ચોમાસાના વરસાદમાં 52 ટકા જેવી જબ્બર ઘટ હતી પણ સપ્ટેમ્બર માસ અને ખાસ તો ભાદરવા માસમાં રોજ વરસાદ અષાઢી ધારાએ વરસતો રહેતા આ માસ આજે પૂર્ણ થયો છે ત્યારે આ ચોમાસું ઓડિટ કરીએ તો જૂન, જુલાઇ અને ઓગસ્ટ, આ ત્રણ માસમાં કુલ મળીને 281 મી.મી. જ વરસાદ વરસ્યો હતો છેલ્લાં 1માસ સપ્ટેમ્બરમાં જિલ્લામાં એવરેજ 352 મી.મી. વરસાદ વરસતા આજે સાંજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ વરસાદ 633 મી.મી. એટલે કે સિઝનનો કુલ વરસાદ 104.57 ટકા થઇ ગયો છે.

ઘોઘામાં 30 દિવસમાં 480 મી.મી. વરસાદ
છેલ્લાં 30 દિવસમાં ઘોઘામાં 480 મી.મી. એટલે કે 19 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ માસના આરંભેલ ઘોઘામાં કુલ વરસાદ 288 મી.મી. હતો તે આજની તારીખ સુધીમાં 768 મી.મી.ના આતંકને આંબી ગયો છે. જે સપ્ટેમ્બરના વિક્રમ છે.

6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ

તાલુકોકુલ વરસાદઆ વર્ષેવરસાદટકાવારી
ભાવનગર720 મી.મી.896 મી.મી.124.44 ટકા
મહુવા630 મી.મી.830 મી.મી.131.75 ટકા
ઘોઘા616 મી.મી.768 મી.મી.124.68 ટકા
પાલિતાણા596 મી.મી.630 મી.મી.105.7 ટકા
ગારિયાધાર457 મી.મી.596 મી.મી.130.42 ટકા
ઉમરાળા575 મી.મી.577 મી.મી.100.35 ટકા

(તા.30 સપ્ટેમ્બર રાત સુધીના વરસાદના આંકડા)

7 વર્ષમાં જિલ્લામાં સપ્ટેમ્બરમાં વરસાદ

વર્ષ1 સપ્ટેમ્બર30 સપ્ટેમ્બરવધારો
2021281 મી.મી.634 મી.મી.353 મી.મી.
2020590 મી.મી.712 મી.મી.122 મી.મી.
2019539 મી.મી.745 મી.મી.206 મી.મી.
2018428 મી.મી.444 મી.મી.16 મી.મી.
2017507 મી.મી.565 મી.મી.58 મી.મી.
2016400 મી.મી.578 મી.મી.178 મી.મી.
2015436 મી.મી.569 મી.મી.133 મી.મી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...